એક તાજેતરના રિપોર્ટમાં દિલ્હીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રદૂષણનું આ સ્તર યથાવત રહ્યું તો દિલ્હીવાસીઓની ૧૧.૯ વર્ષ ઘટી જશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
જયારે જી૨૦ સમ્મેલન માટે ચમકતી દિલ્હી માટે રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચે ક્રેડિટની જંગ ચાલી રહી છે. હવે સવાલ એ છે કે, પ્રદૂષણના આટલા ખતરનાક સ્તર માટે પણ કોઈ જવાબદારી લેશેયુનિવર્સિટી ઓફ શિકાગોમાં એનર્જી પોલીસી ઈન્સ્ટીટ્યૂટ દ્વારા જારી એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સે આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૧૩૦ કરોડ લોકો એવા સ્થળ પર રહે છે જયાં પ્રદૂષણનું સ્તર વિશ્વ આરોગ્ય સંગઠનના ધોરણથી વધુ છે. તેમાં એ પણ જાણવા મળ્યું કે, દેશની ૬૭.૪ વસતી એવા ક્ષેત્રોમાં રહે છે જયાં દેશના પોતાના ધોરણથી 40g/m3 વધુ પ્રદૂષણ છે.અભ્યાસમાં જણાવાયું છે કે પીએમ ૨.૫ ના કારણે સરેરાશ ભારતીયોનું આયુષ્ય ૫.૩ વર્ષ ઘટી જાય છે.
Read About Weather here
AQLI એ કહ્યું છે કે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે અને જો હવાની ગુણવત્તા આવી જ બની રહેશે તો અહીંના ૧.૮ કરોડ લોકોનું આયુષ્ય સરેરાશ ૧૧.૯ વર્ષ સુધી ઘટી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી ઓછું પ્રદૂષિત પંજાબના પઠાણકોટમાં પણ પર્ટિકુલેટ પોલ્યૂશન WHOના ધોરણ કરતા સાત ઘણું વધારે છે અને ૩.૧ વર્ષનું આયુષ્ય ઘટાડી શકે છે.AQLIના પ્રમુખ અને અર્થશાષાી માઈકલ ગ્રીનસ્ટોને કહ્યું કે, વૈશ્વિક જીવનની અપેક્ષા પર વાયુ પ્રદૂષણની ત્રણ ચતુર્થાંશ અસર માત્ર છ દેશો બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ચીન, નાઈજીરિયા અને ઈન્ડોનેશિયામાં થાય છે. જયાં પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાને કારણે લોકો પોતાના જીવનના સરેરાશ ૬ વર્ષ ગુમાવી દે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here