દિલ્હી AIIMS હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
દિલ્હી AIIMS હોસ્પિટલ આજે એટલે કે, સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી. આ તરફ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ તરફ હવે અગ્નિ ઘટના બાદ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. એટલું જ નહીં દેશની બહારથી પણ દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. વિગતો મુજબ અહીં દરરોજ લગભગ 12 હજાર દર્દીઓ સારવાર માટે આવે છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here