દિલ્હીના આજે જૂના યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર આજે રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવીને સતત વધી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જુલાઈમાં દિલ્હી તેમજ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. યમુના નદીએ 13 જુલાઈના રોજ અગાઉના રેકોર્ડને પણ તોડીને રેકોર્ડ 208.66 મીટરનો વધારો કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 27 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. જૂના રેલવે બ્રિજ પર ગઈકાલે સાંજે 6 વાગ્યે પાણીનું સ્તર 204.94 મીટર હતું.
Read About Weather here
CWC અનુસાર દિલ્હીમાં બપોરે 3 વાગ્યે યમુનાનું જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું અને પાણીનું સ્તર 204.57 મીટર પહોંચી ગયું હતું. યમુના નદીના જળસ્તરનું ‘એલર્ટ’ લેવલ 204.5 મીટર છે.હિમાચલ તથા ઉતરાખંડમાં મેઘતાંડવથી બેહાલીની હાલત ઉદભવી છે, ત્યારે પાટનગર દિલ્હીમાં પણ ફરી પુરનો ખતરો સર્જાયો છે. યમુના નદીનું પાણી ખતરાના લેવલને પાર થઈ ગયુ છે. જુના રેલવે બ્રીજ પર યમુના નદીની સપાટી 205.39 મીટરે પહોંચી ગઈ હતી. સેન્ટ્રલ વોટર કમીશનના રીપોર્ટ પ્રમાણે નદીની સપાટી સતત વધી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here