ત્રણ મહિના બાદ અમદાવાદને મળ્યા પોલીસ કમિશનર : રાજ્યના 70 IPS અધિકારી બદલાયા

ત્રણ મહિના બાદ અમદાવાદને મળ્યા પોલીસ કમિશનર : રાજ્યના 70 IPS અધિકારી બદલાયા
ત્રણ મહિના બાદ અમદાવાદને મળ્યા પોલીસ કમિશનર : રાજ્યના 70 IPS અધિકારી બદલાયા
રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી લગભગ વિધાનસભા ચૂંટણી વખતથી ઠેલાતી આવી છે. દર વખતે બદલીઓ થવાની ઘડી નજીક આવી જાય કે તુરંત જ તેમાં કોઈ ફેરફાર થવાને કારણે બ્રેક લાગી જતી હતી. દરમિયાન ગઈકાલથી વડાપ્રધાન સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમના પ્રવાસ વખતે જ 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળી જશે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા બીએસએફના વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને મુકવામાં આવ્યા છે. જ્યારે મોસ્ટ સીનિયર અધિકારી નરસિમ્હા કોમારને કાયદો-વ્યવસ્થાના ડીજીમાંથી બદલી આપી પોલીસ વહીવટી તંત્રના એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી તેમજ ડિરેક્ટર સિવિલ ડિફેન્સના નિરજા ગોટરુને એડિશનલ ડીજી-પોલીસ ટ્રેનિંગ તરીકે બદલી અપાઈ છે

Read About Weather here

ગૃહ વિભાગ દ્વારા ગત સાંજે પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. બદલીઓમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરને નવા પોલીસ વડા મળ્યા છે તો અમદાવાદમાં ત્રણ મહિના બાદ કાયમી પોલીસ કમિશનર મુકાયા છે. બીજી બાજુ આઈબી વડા અનુપમસિંઘ ગેહલોતને ફરી વડોદરાના પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે તો વડોદરાના સીપી શમશેરસિંઘને કાયદો-વ્યવસ્થા વિભાગના ડીજી બનાવવામાં આવ્યા છે.


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here