રાજકોટ શહેરમાં સતત પણે રહેતી ટ્રાફીક ભીડની ટ્રાફીક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોનું ન્યુસન્સ વધુ મુશ્કેલી સર્જે છે. ત્યારે શહેર ટ્રાફીક પોલીસે રક્ષાબંધન પર્વ નીમીતે શહેરના વિવિધ ટ્રાફીક પોઇન્ટ પર ટ્રાફીકના નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ કર્મચારી બહેનોએ રાખડી બાંધી સલામતીની મનોકામના વ્યકત કરી નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડનાબદલે કાંડે રાખડી બાંધી સુરક્ષાની જવાબદારીના સંકલ્પ લેવડાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ટ્રાફીક ડીસીપી પુજાબેન યાદવ, એસીપી જયવીરભાઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ આજે ઠેર ઠેર પોલીસ દ્વારા નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને નિયમ જાળવવાની તાકીદ ભરી શિખામણ સાથે રાખી બાંધવાના નવતર અભિયાનથી વાહન ચાલકો એ દંડની પાર્વતીના બદલે રાખડી બંધાવી સ્વયભૂ નિયમ ભંગ ન થાય તે માટે સજાગ રહેવા સંકલ્પ કરતાં નજરે પડયા હતા.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારથી જ જાણે કે ટ્રાફિક ડ્રાઈવ માટે ઝુંબેશ ઉપાડી હોય તેમ શહેરના વધુ ટ્રાફિક વાળા વિસ્તારોમાં આવેલા અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહનોમાં સીટબેલ્ટ વિના ફરતા લોકો અને બાઈક અને સ્કૂટર પર અવર સ્પીડ અને ટ્રાફિકના સરેઆમ નિયમ ભંગ કરતા ટ્રાફિક પોલીસની નજરે ચડતા વાહન ચાલકોને અટકાવી મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવામાં આવતી હતી. શહેરભરમાં ચાલેલી આ ઝુંબેશમાં આજે મોટી સંખ્યામાં વાહન ચાલકો મહિલા પોલીસ કર્મચારીઓના હાથે રાખડી બંધાવી ઘેર ગયા હતા ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડની પાવતીના બદલે આજે પોલીસના હાથે બંધાયેલી રાખડીનો ઉપહાર મળ્યો હતો.
રાજકોટ રેન્જના 5-જીલ્લાઓ રક્ષાબંધન તહેવાર અનુસંધાને સી-ટીમ મહિલા પોલીસ દ્વારા 3600 સિનિયર સીટીઝનોને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વધુ વિગત મુજબ ભાઇ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનનો તહેવાર હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ કુલ-72 પોલીસ સ્ટેશનો ખાતે ફરજ બજાવનાર સી-ટીમ/ મહિલા પોલીસ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી નિમીતે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર સીટીઝનોને રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી છે.
Read About Weather here
જેમાં દ્વારકા જીલ્લા ખાતેના કુલ-9 પોલીસ સ્ટેશનો ખાતે આશરે 450 જેટલા સીનીયર સીટીઝનોને, જામનગર જીલ્લા ખાતે આશરે 800 જેટલા સીનીયર સીટીઝનોને, મોરબી જીલ્લા ખાતે આશરે 400 જેટલા સીનીયર સીટીઝનોને, રાજકોટ ગ્રામ્ય જીલ્લા ખાતે આશરે 950 જેટલા સીનીયર સીટીઝનોને, તેમજ સુરેન્દ્રનગર જીલ્લા ખાતે આશરે 1000 જેટલા સીનીયર સીટીઝનોને, એમ રાજકોટ રેન્જ વિસ્તારના તમામ જીલ્લાઓમાં આશરે કુલ- 3600 જેટલા સીનિયર સિટિઝનોને સી-ટીમ/ મહિલા પોલીસ દ્વારા રાખડીઓ બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામ આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here