ટમેટાના ભાવ 200થી ઘટી સીધા 2 રૂ.કિલો:શાક્ભાજીવાળા હવે કોથમરી સાથે ‘મસાલા’માં ટમેટા આપે

ટમેટાના ભાવ 200થી ઘટી સીધા 2 રૂ.કિલો:શાક્ભાજીવાળા હવે કોથમરી સાથે ‘મસાલા’માં ટમેટા આપે
ટમેટાના ભાવ 200થી ઘટી સીધા 2 રૂ.કિલો:શાક્ભાજીવાળા હવે કોથમરી સાથે ‘મસાલા’માં ટમેટા આપે
એક સમયે જેની ચોરી કે લુંટ પણ નેશનલ ન્યુઝ બનતા હતા તે ટમેટા હવે મંડીથી માર્ગ પર પડયા હોય તો પણ તેનો કોઈ લેવાલ નથી તેવી પરીસ્થિતિ સર્જાઈ છે. હજું બે માસ પુર્વે ટમેટા હેડલાઈન હતા ભાવ રૂા.200 થી 400 પ્રતિકિલો સુધી પહોંચી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

છતાં પણ મળતા ન હતા પણ તે ગત ચોમાસા બાદની માવઠા વિ.ની સ્થિતિ જવાબદાર હતી.નવી સીઝનના ટમેટાની આવક માર્કેટમાં આવતા જ ભાવમાં કડાકા થયા. જો કે ઉંચા ભાવમાં કમાનાર ખેડુતો કરોડપતિ પણ બની ગયા પણ હવે તે જ ટમેટાનો નિકાલ કેમ કરવો તે સમસ્યા છે અને હવે મહારાષ્ટ્રમાં ટમેટા અને ડુંગળી માટે પણ ટેકાના ભાવની માંગણી થઈ છે. નહીતર ખેડુતો ટમેટા ફરી વાવતા પુર્વે વિચારશે તો ફરી લોકોને મોંઘા ટમેટા ખાવા પડશે તેવી દલીલ થાય છે. આજે મહારાષ્ટ્ર અને કર્ણાટક જયાં ટમેટાની સૌથી મોટી બજાર છે ત્યાં રૂા.3-5 કિલોના ભાવે ટમેટા વેચાય છે. ગૃહિણી સુધી પહોંચતા તે રૂા.20 પ્રતિ કિલો થઈ જાય છે.ટમેટાનું ઉત્પાદન પણ વધુ થયુ છે તેથી ખેડુતોને હવે તેનો ઉત્પાદન ખર્ચ પણ નહી નિકળે તેવી ફરિયાદ છે. તેમનું ગણીત છે કે, એક એકર જમીન પર ટમેટા ઉગાડવા રૂા.2 લાખનું રોકાણ કરવું પડે છે.

પુનાની મંડીમાં 20 કિલો ટમેટાનો ભાવ રૂા.90 છે. નાગરિક સહિતની જથ્થાબંધ માર્કેટમાં પણ તેવીજ સ્થિતિ છે અને શાકભાજી વેચનારા શાકભાજી લેનારને ‘મસાલા’માં 2-4 ટમેટા પણ આપે છે.મહારાષ્ટ્રના કૃષી વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં આ વર્ષે ટમેટાનું ઉત્પાદન 6 લાખ મેટ્રીક ટનમાંથી ડબલ એટલે કે 12-17 લાખ મેટ્રીક ટન થયું. ખેડુતોએ ઉંચા ભાવની આશાએ ડબલ વાવેતર કર્યુ. હવે તેઓને ટમેટા ‘તોડવા’ના પણ પૈસા આપવાનું પોષાય તેમ નથી તેમ ઉભા પાક પર ટ્રેકટર ચલાવે છે. લાખોનું રોકાણ જમીનમાં રગદોળાય છે.

Read Saurashtra Kranti E-Paper here

ખેડૂતોએ ટામેટાંને ખેતરમાં સડવા માટે છોડી દીધા  

જુલાઈ મહિનામાં જયારે પુણે જિલ્લાના નારાયણગાંવ બજારમાં જથ્થાબંધ ભાવ 3,200 રૂપિયા પહોંચી ગયા હતા ત્યારે ઘણાં ખેડૂતોએ ભારે નફાની આશામાં ટામેટાંની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. હવે જયારે ભાવમાં ઘટાડો થયો છે ત્યારે સોલાપુર જિલ્લાના કોઠાલે ગામના ખેડૂતે તેના આખા ટામેટાના પાકનો નાશ કર્યો હતો કારણ કે પાક કાપવા અને 100 ક્રેટ નજીકની મંડીમાં લઇ જવા માટે તેણે 8,500 રૂપિયા ખર્ચવા પડ્યા હોત અને વેચાણમાં વધુ નુકસાન થયું હોત. સોલાપુર જિલ્લામાં ઘણા ખેડૂતોએ ટામેટાંને ખેતરમાં સડવા માટે છોડી દીધા છે અથવા ટ્રેક્ટર વડે પાકનો નાશ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here