ઝાલાવાડના વરસાદમાં છેલ્લા પ વર્ષમાં સીઝનનો સૌથી વધુ 67.36 ટકા વરસાદ પડ્યો

ઝાલાવાડના વરસાદમાં છેલ્લા પ વર્ષમાં સીઝનનો સૌથી વધુ 67.36 ટકા વરસાદ પડ્યો
ઝાલાવાડના વરસાદમાં છેલ્લા પ વર્ષમાં સીઝનનો સૌથી વધુ 67.36 ટકા વરસાદ પડ્યો
ઝાલાવાડમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ધીમી હોય છે. જયારે ભાદરવા માસમાં જાણે ભાદરવો ભરપુર થાય તેેમ તે સમયે વરસાદ વરસે છે. પરંતુ આ વર્ષે જાણે વરસાદની પેટર્ન બદલાઈ હોય તેમ મેઘરાજાએ શરૂઆતના પાવરપ્લેમાં જ આક્રમક બેટીંગ કરી છે. રાજયના અન્ય જિલ્લાઓની જેમ જ ઝાલાવાડમા પણ જુન અને જુલાઈ જોરદાર રહેતા સારો વરસાદ થયો છે. જિલ્લામાં તા. 31 જુલાઈ સુધીમાં સીઝનનો 67.36 ટકા વરસાદ થઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાના દસેય તાલુકાઓમાં 45 ટકાથી વધુ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ચુડા તાલુકામાં 84.17 ટકા અને સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 47.47 ટકા થયો છે. ઝાલાવાડના વરસાદના છેલ્લા પ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ માસના અંત સુધીમાં સૌથી વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં થયો છે. જિલ્લામાં સારા વરસાદથી ખેતી પાકો ખેતરોમાં લહેરાતા જોવા મળે છે. બીજી તરફ તળાવ અને જળાશયોમાં નવા નીર આવતા પીવાના પાણીની ચિંતા દુર થઈ છે. ત્યારે આ વર્ષ સવાયુ બને તેવી જિલ્લાવાસીઓની અને ખાસ કરીને ખેડૂતોની લાગણી છે. જો કે, સારા વરસાદને કારણે ખેતી પાકોને પણ સારો એવો ફાયદો થયો છે. ઉપરાંત નદી-નાળા પણ છલકાતા સિંચાઈના પાણી માટે પણ રાહત મળી છે.

Read About Weather here

આ અંગે સુરેન્દ્રનગર ડિઝાસ્ટર કચેરીના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફિસર નીલેશ પરમારે જણાવ્યુ કે, બીપર જોય વાવાઝોડાને પગલે જૂન માસમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદ નોંધાયો હતો. જયારે સતત ઉત્તર-દક્ષિણના પવનોનું જોર રહેતા અને ગુજરાતના સ્થાનિક દરીયાકાંઠે સતત લો પ્રેશર તથા રાજસ્થાનમાં થઈ રહેલ સાયકલોન સરકયુલેશનના પગલે આ વર્ષે જિલ્લામાં જુલાઈ માસના અંત સુધીમાં સારો વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની પેટર્ન પર નજર કરીએ તો ચોમાસાની શરૂઆતમાં ઓછો વરસાદ થતો હોય છે. ત્યારે આ વર્ષે જાણે ચોમાસાએ પોતાની પરંપરા તોડી હોય તેમ ચોમાસાના શરૂઆતના દોઢ માસ એટલે કે, જૂન અને જુલાઈમાં જ સીઝનનો 67.36 ટકા વરસાદ વરસી ગયો છે.સારા વરસાદથી ખેતી પાકો ખેતરોમાં લહેરાવા લાગ્યા છે. જયારે જળાશયોમાં પણ નવા નીર આવતા પીવાના પાણીની ચિંતા ટળી છે. છેલ્લા 5 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં જૂન અને જુલાઈ માસમાં થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here