જોઈએ એટલી ઉપજ મળતી ન હોવાથી ચિંતામાં રહેતા ખેડૂતનો આપઘાત

જોઈએ એટલી ઉપજ મળતી ન હોવાથી ચિંતામાં રહેતા ખેડૂતનો આપઘાત
જોઈએ એટલી ઉપજ મળતી ન હોવાથી ચિંતામાં રહેતા ખેડૂતનો આપઘાત
રાજકોટ નજીક કોઠારીયા આણંદપરમાં સંતાનોના લગ્ન બાદ આર્થિક ખેંચને કારણે અને પાકમાં જોઈએ એટલી ઉપજ મળતી ન હોવાના કારણે ચિંતામાં રહેતા ખેડૂત ખીમજીભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ.પ૦)એ આજે વાડીમાં વૃક્ષ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

 પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા (આણંદપર)માં રહેતા ખેડૂત ખીમજીભાઈ આજે વાડીએ ગયા બાદ વાડીમાં સ્થિત લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પરિવારજનો વાડીએ જતા ખીમજીભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તત્કાલ ૧૦૮ને જાણ કરાઈ હતી. જેના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા કુવાડવા પોલીસના એ.એસ.આઈ. કેતનભાઈ ચાવડાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાયર્વાહી કરી મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડયો હતો. 

Read National News : Click Here

પોલીસે જણાવ્યું કે બે ભાઈમાં મોટા ખીમજીભાઈને સંતાનમાં ૧ પુત્ર અને ૩ પુત્રી છે. જે પૈકી ત્રણ સંતાનોના લગ્ન થોડા સમય પહેલા થયા હતા. ત્યારબાદથી તે આર્થિંક ખેંચમાં સપડાયા હતા. બીજી તરફ ગામની સીમમાં આવેલી જમીનમાં વાવેલા પાકમાં પણ જોઈએ તેટલી ઉપજ નહી મળતા ચિંતામાં રહેતા હતા. બાદમાં આજે આ પગલું ભરી લીધું હતું. બનાવથી મૃતકના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here