જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના 438 ગ્રુપ્સ અને 90000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન તા.13 ઓગષ્ટ થી તા.20 ઓગષ્ટ દરમ્યાન આશ્રય કમિટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા સપ્તાહ અંતર્ગત માં સામાજીક-ધાર્મિક કાર્યક્રમો યોજી રહયું છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની આયોજીત આગામી તા. 20-8-રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ એ.સી. હોલ, મહાવીર સ્વામી (એસ્ટ્રોન) ચોક રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે માતુશ્રી ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર તેમજ ઈન્દુભાઈ વોરા સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા અઢાર ભાગ્યશાળી રકતદાતાને 39’ ટીવી, 32 ટીવી, પચાસ લીટરનું ફ્રીજ, 2 સોનાની ગીની, 10 ચાંદીની ગીની, તથા 3 સ્માર્ટ વોચ આપવામાં આવશે જે મેહુલ ટેલીકોમ (વાંકાનેર વાળા) નો સહયોગ સાંપડયો છે.વિનયભાઈ જસાણી : શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટનો પણ વિશેષ સેવા સહયોગ મળેલ છે.

ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન સંગીની ડાઉનટાઉન, સંગીની પ્રાઇમનો સહકાર સાંપડયો છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ફેડરેશનના પ્રમુખ, અમીષભાઇ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઇ ચોકસી, ઉપપ્રમુખ બકુલેશભાઇ વીરાણી,મનીષભાઇ દોશી, પી.આર.ઓ. મનીષભાઇ શાહ પૂર્વ પ્રમુખ સુરેશભાઇ કોઠારી  હરેશભાઇ વોરા, આઇ.ડી. નીલેશભાઇ કામદાર, આશ્રય કમિટી ના ચેરમેન ઉપેનભાઇ મોદી,સૌરાષ્ટ્ર રીઝીયન ચેરમેન કાર્તીકભાઇ શાહ, ઇલેકટ ચેરમેન  સેજલભાઇ કોઠારી, વાઇસ ચેરમેન  જયેશભાઇ વસા, નીલેશભાઇ કોઠારી,ઝોન કો. ઓર્ડીનેટર રાજેશભાઇ મોદી, સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની ક્ધવીનર  સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીઝીયન પી.આર.ઓ. મીરાબેન દોશી, સેવા સપ્તાહ સમાપન સમારોહ પ્રોજેકટ ચેરમેન  મેહુલભાઇ દામાણી, પ્રોજેકટ કો. ચેરમેન  નિલેશભાઇ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીઝીયન કમિટી ચેરમેનઓ, ડો.પ્રદિપભાઈ ડવ – મેયર રાજકોટ મહાનગર,  જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, જીતુભાઈ બેનાણી, શૈલેષભાઈ, ઈન્દુભાઈ વોરા, નીતેશભાઈ કામદાર, અનીષભાઈ વાધર, સતીષભાઈ મહેતા-અબતક, કરણભાઈ શાહ – સાંજસમાચાર, અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ મહારક્તદાન શિબિરમાં વધુમાં વધુ રક્તદાન કરે તે માટે રાજકોટનાં તમામ જૈન સોશ્યલ ગ્રુપનાં હોદેદારો સતત કાર્યશીલ છે અને આવનાર રક્તદાતાને સરળતા રહે તેવી સુંદર વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઈ રહયો છે. આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ સંસ્થા કાર્યરત બની છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ, એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સિર્નજી હોસ્પિટલ સહયોગથી નામાંકિત તબીબોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે, આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક તથા ફિલ્ડમાર્શલ બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ બકુલેશભાઈ મહેતા, સેક્રેટરી ઼અભય દોશી તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા પ્રોજેકટ ચેરમેન જીતુ પંચમીયા, પ્રોજેક્ટ ચેરમેન’ જીજ્ઞેશ બોરડીયા, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, રૂષભ શેઠ, ઉદયભાઈ ગાંધી ધવલ શાહ, નિપેશ દેસાઈ, જતીન શેઠ, આકાશ શાહ, ધવલ સંઘવી, વિમલ બાટવીયા, સોનલ દેશાઇ, શ્રુતી શાહ, સોનલ દોશી, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા સહીતનાં લોકો જહેમત ઉઠાવી રહયા છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here