જેતપુર :જુનાગઢ-રાજકોટ હાઈ-વે પર કારનું ટાયર ફાટતા રાજકોટના યુવાનનું મોત

જેતપુર :જુનાગઢ-રાજકોટ હાઈ-વે પર કારનું ટાયર ફાટતા રાજકોટના યુવાનનું મોત
જેતપુર :જુનાગઢ-રાજકોટ હાઈ-વે પર કારનું ટાયર ફાટતા રાજકોટના યુવાનનું મોત
રાજકોટ હાઈ-વે પર પસાર થતી કારનું બળદેવધાર નજીક ટાયર ફાટતા કાર ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. આ કમનશીબ ઘટનામાં રાજકોટના એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક યુવતી સહિત ત્રણને ગંભીર ઈજા થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેતપુરના બળદેવધાર નજીક રવિવારના ૫ઃ૩૦ આસપાસ જુનાગઢથી રાજકોટ આવી રહેલા કારનું અચાનક ટાયર ફાડતા કાર પલટી મારી ગઈ હતી. અને કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનસ્થળે મોત નીપજ્યું હતું. તો અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને મૃતક વ્યક્તિનો મૃતદેને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મળતી વિગતો અનુસાર જેતપુર – પોરબંદર હાઇવે ઉપર બળદેવધાર પાસે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મારી કારમાં સવાર હર્ષ કૃષ્ણકુમાર કાલરીયા (ઉ.વ ૨૩)નું મોત ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

જયારે હર્ષદ હરિભાઈ કાલરીયા,ડિમ્પલબેન હર્ષદભાઈ કાલરીયા,નિરવા નીરજકુમાર કાલરીયાને ઇજા થતા તાત્કાલિક જેતપુર ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થ ખાનગી હોસ્પિટલ રીફર કરાયા હતાં. સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here