જેતપુરમાં વધુ એક જર્જરીત મકાન તુટી પડતા છ મજુરો કાટમાળ હેઠળ દટાયા હતા. આ તમામ મજુરોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. આ ઘટના અંગે મળતી વિગતો એવા પ્રકારની છેકે જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જર્જરીત મકાન એકાએક તુટી પડયું હતું આ મકાન સાત મજુરો ભાડે રાખીને રહેતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ મકાન જર્જરીત હોય અને ભારે વરસાદ પડવાથી તે સાવ જર્જરીત બની ગયું હતું. ગઇકાલે સાંજે આ જર્જરીત મકાન તુટી પડતા છ મજુરો કાટમાળ હેઠળ દટાઇ ગયા હતા. જયારે એક મજુર હેમખેમ બચી જવા પામેલ હતા.આ ઘટના ઘટતા રાડારાડ મચી જતા આસપાસના સ્થાનિક લોકોએ તાબડતોબ દોડી આવી કાટમાળ હેઠળ દટાયેલા મજુરોને બહાર કાઢી 108 મારફતે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ અંગે આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે હજુ પણ અનેક મકાનો જર્જરીત બનેલ હોય તે પડુ પડુ થઇ રહ્યા છે. આ અંગે તંત્રવાહકોએ પગલા લેવા જરૂરી છે. આ ઘટનામાં રાહુલ બદીયા, ઇતવારી મહેશલાલ સદલાલ, રવિન્દ્ર ભુતારાવ અને રજાક મૂઢાઇ સહિતના છ જેટલા મજુરોને ઇજા થવા પામી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here