
જુનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થયાના બનાવમાં નિર્દોષ ચારની જીંદગી હોમાયા બાદ તંત્ર હવે ઘાંઘુ થયું છે. સરકાર સાથે યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બાદ જીલ્લાના તમામ ના.કલેકટરો વિવિધ વિભાગોના 33 અધિકારીઓને સરકાર હસ્તકની જર્જરીત તમામ બિલ્ડીંગો ઉતારી લેવાની તાકીદ કરવામાં આવી છે. જો તેની કાર્યવાહી નહીં થયા અને નુકશાની થશે તો જવાબદાર અધિકારીઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
સફાળા જાગેલા તંત્ર દ્વારા હવે ધડાધડ નોટીસો આપવામાં આવી રહી છે. જુનાગઢ મનપા જીલ્લાની તમામ નગરપાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતોમાં પણ જર્જરીત મકાન બિલ્ડીંગ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારી કચેરીઓ પણ જોખમમાં છે. અરજદારો પર જોખમ સર્જાય તે પહેલા ઉતારી લેવાના આદેશો થયા છે. આજ દિન સુધી કોઈ કાર્યવાહી થવા પામી ન હતી પરંતુ જુનાગઢમાં ચાર નિર્દોષોની જીંદગી હોમાઈ જતા સરકારી કચેરીઓ પણ ધ્યાને આવી છે.વિડીયો કોન્ફરન્સમાં સરકારમાંથી સુચના આવતા જીલ્લાના તમામ ના.કલેકટરોએ તેના વિસ્તારમાં 33 જેટલા વિભાગોના અધિકારીઓને તેના હસ્તકમાં આવેલ જુના ભયજનક જોખમી મકાનો, ઈમારતમાં રહેતા લોકોને તાત્કાલિક ખાલી કરાવતેમાં કોઈ પ્રવેશે નહીં તે રીતે કોર્ડનર કરવા વીજળી, પાણી બંધ કરવાના આદેશો અપાયા છે. જર્જરીત મકાનો બિલ્ડીંગો ખાલી ન કરવા વાકે ઉતારવામાં નહીં આવે તો ભવિષ્યમાં જો કોઈપણ જાનહાની કે નુકશાની થશે તો સબંધિત જવાબદાર અધિકારી સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2003 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Read About Weather here
જુનાગઢ કલેકટર; જુનાગઢ કલેકટર અનિલ રાણાવસીયા દ્વારા ગામડાઓમાં મંત્રીઓ મારફત જર્જરીત મકાનો બિલ્ડીંગોનો સર્વે કરવાનો આદેશ અપાયો છે સાથે સરકારી ખાનગી તમામ જર્જરીત મિલ્કતોનો સર્વેનો આદેશ જુદા જુદા વિભાગોને સૂચના આપી છે ઘણા સરકારી કવાટર્સ અન્ય મિલકતોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જુનાગઢ મનપાએ ચોમાસા પૂર્વે સર્વે કરીને જર્જરીત મિલ્કતોને નોટીસ આપી પોતાની કામગીરી પૂર્ણ થઈ હોય તેમ સંતોષ માની લીધો હતો. ચોમાસા પૂર્વે માત્ર 65 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ ચાર ચાર જીંદગીનો ભોગ લેવાયા બાદ હવે સઘન સર્વે શરૂ કરાયું છે.
જેમાં ગત તા.27 દરમ્યાન 126ને નોટીસો ફટકારાઈ છે. આ પહેલા તો શું ડીંડક જ હતું? અગાઉ જર્જરીત મિલ્કતોને શા માટે નોટીસો આપવામાં ન આવી? આવી ઘોર બેદરકારી દાખવનાર મનપાના જવાબદાર અધિકારીઓ, અમુક નેતાઓ છાવરી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જે નીતિના કારણે નિર્દોષોનો ભોગ લેવાય રહ્યો છે. જુનાગઢ મનપામાં કડક અધિકારી કાયમી ધોરણે મુકવાની માંગ ઉઠવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here