જામનગર : પંચવટી હોસ્પિટલ પાસે  છાસવાલા શોપની ચેકિંગ દરમિયાન આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો

જામનગર : પંચવટી હોસ્પિટલ પાસે  છાસવાલા શોપની ચેકિંગ દરમિયાન આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો
જામનગર : પંચવટી હોસ્પિટલ પાસે  છાસવાલા શોપની ચેકિંગ દરમિયાન આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો
અમદાવાદમાં તાજેતરમાં પીઝામાંથી વંદો નીકળ્યા બાદ હવે જામનગરમાં છાસવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એક ગ્રાહકે છાસવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાસવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ આપ્યાનો આક્ષેપ થયો છે. આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઑ સ્થળ પર પહોંચી ચેકિંગ કરતાં ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. જેને લઈ તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરવામાં આવ્યું છે. જામનગરના પંચવટી હોસ્પિટલ પાસે આવેલ છાસવાલાની શોપમાં જીવાત નીકળવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ પંચવટી હોસ્પિટલ પાસે છાસવાલા શોપમાંથી એક જાગૃત નાગરિકે આઈસ્ક્રીમ ખરીદી હતી. જોકે આઇસક્રીમમાં વંદો જોઈ તેઓ ચોંકી ગયા હતા. જે બાદમાં તેમણે તાત્કાલિક અસરથી  છાસવાલા ફ્રેન્ચાઇસીના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા અભદ્ર ભાષામાં જવાબ આપ્યાનો ગ્રાહકે આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. 

Read Saurashtra Kranti E-Paper here

છાસવાલા શોપમાં વેચાણ બંધ

સમગ્ર ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં અધિકારીઓની શોપમાં તપાસ કરતાં ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. જેને લઈ એક અધિકારીએ જણાવ્યું છે કે, પેઢીની સાફ-સફાઈ, પેઢીની તમામ જગ્યાએ પેસ્ટીસાઈડ કરાવી અને સર્ટિફાઇડ કરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે ઓફિસે રૂબરૂ રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જ છાસવાલા પેઢી ચાલુ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here