જામનગર : ખજૂરમાંથી ઇયર નીકળતાં ફૂડ વિભાગએ ચેકિંગ હાથ ધર્યું

જામનગર : ખજૂરમાંથી ઇયર નીકળતાં ફૂડ વિભાગએ ચેકિંગ હાથ ધર્યું
જામનગર : ખજૂરમાંથી ઇયર નીકળતાં ફૂડ વિભાગએ ચેકિંગ હાથ ધર્યું
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહકે ગઈકાલે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી, જે પેકેટ ઘરે ખોલ્યા પછી તેમાંથી જીવતી ઈયળ જોવા મળી હોવાથી તુરત જ મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ વિભાગ દ્વારા પેકિંગ કરતી કંપની ને ત્યાં દરોડો પાડી ચેકિંગ કરી  નમૂના લેવાયા છે.જામનગરના શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહક દ્વારા ગઈકાલે ખરીદ કરવામાં આવેલા બોમ્બે નમકીન નામની પેઢીના પેક કરાયેલા ખજૂરની ખરીદી કરાઈ હતી, અને ૯૦ રૂપિયામાં એક પેકેટની ખરીદી કરવામાં આવી હતી.જે પેકેટને ઘેર જઇ ખોલ્યા પછી તેમાંથી જીવિત ઈયળ નિકળતાં આજે સવારે તાત્કાલિક અસરથી જામનગર મહા નગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી હતી, અને સેમ્પલ દર્શાવાયું હતું. જેથી ફૂડ વિભાગ દોડતું થયું હતું.

Read National News : Click Here

તપાસ દરમિયાન પટેલની શેરી નંબર નવના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણ ના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટ ના નમુના ને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું, અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જોકે તે પેકિંગમાં કશો વાંધો ન હતો, ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here