જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું :  મેલલેરિયાના 22 અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ

 જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું :  મેલલેરિયાના 22 અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ
 જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું :  મેલલેરિયાના 22 અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ
તાજેતરના ભારે વરસાદ પછી જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જો કે તેમાં તાવ, શરદી, ઉધરસના કેસ હોય તેમ જાણવા મળ્યું છે, કારણ કે ગત્ માસમાં મેલલેરિયાના 22 અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ જી.જી. હોસ્પિટલમાં નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

 જો કે સરકારી દવાખાના, ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીઓની સંખ્યા વધારે હોવાનું મનાય રહ્યું છે. જેમાંથી 22 દર્દીઓને મેલેરિયા હોવાનો અને તેમાંથી ત્રણ દર્દીને ઝેરી મેલેરિયા હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જામનગરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે સઘન સફાઈ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી વધુ અસરકારક કરવી જરૃરી છે. અન્યથા હજુ પણ રોગચાળો વકરશે.જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. આ પછી ઠેર ઠેર પાણીના ખાડા, ખાબોચિયા ભરાયેલા જ રહ્યા હતાં. ઉપરાંત પૂરતી સફાઈના અભાવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતા હોસ્પિટલ, દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનું પ્રમાણ વિશેષ છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગત્ જુલાઈ માસમાં 31 દિવસ દરમિયાન 1262 દર્દીઓના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.

Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here