જામનગરમાં પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી 

જામનગરમાં પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી 
જામનગરમાં પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી 
આ સમયગાળામાં મહતમ તાપમાન 32 ડિગ્રી રહેશે. ભેજનું પ્રમાણ ઘટશે.જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.2 થી 6 ઓગષ્ટ સુધી શહેર-જિલ્લામાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. આ સમયગાળામાં મહતમ તાપમાન 31 થી 32 ડિગ્રી વચ્ચે રહેશે. લઘુતમ તાપમાન 26 થી 27 ડિગ્રી, ભેજનું પ્રમાણ 71 થી 82 ટકા વચ્ચે રહેશે. પવનની ગતિ વધીને 35 કીમી પ્રતિ કલાક રહેશે. છેલ્લાં બે ત્રણ દિવસથી પવનની ગતિ વધતા ગરમીમાં લોકોએ રાહત અનુભવી છે. આગામી 6 ઓગષ્ટ સુધીમાં શહેર-જિલ્લામાં હળવો વરસાદ પડશે.

Visit Saurashtra Kranti Homepage here

વરાપના સમયે આંતરખેડ, નીંદણ, દવા અથવા ખાતર છંટકાવના કાર્યો હાથ ધરવા. બધા ચોમાસું પાકમાં પૂર્તિ ખાતર આપવું. કઠોળ અને મગફળીના પાકમાં પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર કયારેય આપવું નહીં. જમીનજન્ય રોગ જેવા કે કપાસ, દિવેલા અને તુવેરમાં સુકારો, મગફળીમાં સફેદ ફુગનો સુકારો જેવા રોગના નિયંત્રણ માટે ટ્રાઇકોડમાં ફુગ પાઉડરનો ઉપયોગ કરવો.

Read About Weather here

ચુસિયા પ્રકારની ઇયળો જેવી જીવાતોના નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસીયાના પાવડર પાણીમાં મીકસ કરી પંપ દ્રારા છંટકાવ કરવો.ઇયળના ફૂદાના નિયંત્રણ માટે એક હેકટર દીઠ પ્રકાજ પીંજર ગોઠવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં પવનની ગતિ પણ વધીને 35 કીમી સુધી પહોચવાની આગાહીથી ગરમીનું જોર ઘટશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here