જામનગરના U.S પિઝામાંથી નીકળ્યો વંદો : મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી તપાસ

જામનગરના U.S પિઝામાંથી નીકળ્યો વંદો : મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી તપાસ
જામનગરના U.S પિઝામાંથી નીકળ્યો વંદો : મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી તપાસ
જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદ બાદ હવે જામનગરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી વંદો નીકળ્યો છે. જામનગર U.S પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાદની ટીમે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

યુ.એસ.પિઝાના પાર્લરની ઘટના

જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પિઝાનું બોક્સ ખોલી પિઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પિઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી.

પિઝામાંથી નીકળ્યો વંદો

જે બાદ ગ્રાહકે આ વીડિયો વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે આ મહિને જ અમદાવાદમાંથી પણ આવી ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી હતી.

Read Saurashtra Kranti E-Paper here

અમદાવાદમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત

તાજેતરમાં જ અમદાવાદના જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.

પિઝા સેન્ટર કરાયું સીલ

આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. 



Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here