જાફરબાદના લુણસાપુર પાસે આંતક મચાવનાર સિંહણનું સારવાર દરમિયાન મોત

જાફરબાદના લુણસાપુર પાસે આંતક મચાવનાર સિંહણનું સારવાર દરમિયાન મોત
જાફરબાદના લુણસાપુર પાસે આંતક મચાવનાર સિંહણનું સારવાર દરમિયાન મોત

જાફરાબાદ તાલુકામાં  આતંક મચાવનાર સિંહણનું સારવાર દરમ્‍યાન મોત થયુ છે. સિંહણે પ્રથમ લુણસાપુર ગામ નજીક  સીટેક્ષ કંપનીના સિકયુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા જ દિવસે વનવિભાગના ટ્રેકર્સ ડ્રાઇવર ઉપર હુમલાઓ કરી આતંક મચાવ્‍યોહતો.

સિંહણને પકડવા પ્રથમ એસીએફ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને પાંજરે પુરી એનિમલ કેર સેન્‍ટરમાં ખસેડાયા બાદ વેટનરી ડોક્‍ટરો મારફતે બ્‍લડ સેમ્‍પલ લેવાયા છે તે સેમ્‍પલ લેબમાં મોકલવામાં આવ્‍યા છે તેનારિપોટ બાદ સાચું કારણ બહાર આવશે. વનવિભાગના ઇન્‍ચાર્જ એસીએફ જી.એલ. વાઘેલાએ કહ્યું સિંહણ સારવારમાં હતી તેમનું મોત થયું છે જોકે અગાવ તેમના સેમ્‍પલ લઈ લીધા છે અને તેમને લેબમાં મોકલી રિર્પાેટ આવ્‍યા બાદ સાચું કારણ કહી શકાય.