
જસદણના વાવડા ગામ પાસે ગાય આડે ઉતરતા બાઈક સ્લીપ થતા શીવરાજપુરનું દંપતી અને બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં મહીલાનું સારવા દરમિયાન મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જસદણના શીવરાજપુર ગામે રહેતા રસીકભાઈ મુલાણી ગઈ તા.25-7ના તેની પત્ની સવિતાબેન અને એક છ વર્ષના પુત્ર અને એક છ માસના પુત્ર સાથે તેમના સસરાના ઘરે વાવડા ગામ જતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે વાવડા ગામ પાસે ગાય આડે ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. અને બાઈક સવાર દંપતી અને બન્ને બાળકો રોડ પર પટકાયા હતા. જેમાં મહીલાને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. તેમજ રસીકભાઈ અને તેના બન્ને બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જયારે સવિતાબેન સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા જસદણ પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here