છેલ્લા 24 કલાકમાં રાજયના રપ જિલ્લાના 54 તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજયના રપ જિલ્લાના 54 તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજયના રપ જિલ્લાના 54 તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ
રાજયમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના રપ જિલ્લાના 54 તાલુકાઓમાં હળવા ઝાપટાથ લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી 17 તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે હાલ કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહિવત છે. હળવાથી મઘ્યમ વરસાદ વરસતો રહેશે.બુધવારે રાજયમાં મેંધાવી માહોલ જોવા મળ્યો હતોે . મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં સૌથી વધુ 4પ મીમી વરસાદ વરસી ગયો હતો. જયારે સુબીર, હિંમતનગર, ફતેપુરામાં અર્ધો ઇંચ વરસાદ પડયો હતો અન્ય પ0 તાલુકાઓમાં હળવા ઝાપટા પડયા હતા. સવારે બે કલાકમાં દાહોદના ફતેપુરામાં સવા ઇંચ વરસાદ પડી ગયો હતો 17 તાલુકામાં વરસાદથી વરસાદ વરસી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 135.85 ટકા, ઉતર ગુજરાતમાં 66.95 ટકા, પૂર્વ મઘ્યમ ગુજરાતમાં 63.70 ટકા, સૌરાષ્ટ્રમાં 109.62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 70.80 ટકા વરસાદ વરસી ગયો છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here