ચોમાસું તો આવી ગયું ! ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવી,જાણો ક્યાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

ચોમાસું તો આવી ગયું ...
ચોમાસું તો આવી ગયું ...

સંતરામપુરમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. મહિસાગરના કડાણામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધું વરસાદ મહિસાગરના સંતરામપુરમાં નોંધાયો છે. જિલ્લાના સંતરામપુરમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. મહિસાગરના કડાણામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો
પંચમહાલના મોરવા હડફમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે.મહેસાણાના કડી અને દાહોદના સંજેલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

15 જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસવાની આગાહી
મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 15 જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. એ પહેલા પ્રિ મોન્સુન એક્ટિવિટી અંતર્ગત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.