ચુડા પંથકમાં સિઝનનો સૌથી વધુ 20 ઇંચ, ધાંગ્રધામાં સિઝનમાં માત્ર 10% વરસ્યો

ચુડા પંથકમાં સિઝનનો સૌથી વધુ 20 ઇંચ, ધાંગ્રધામાં સિઝનમાં માત્ર 10% વરસ્યો
ચુડા પંથકમાં સિઝનનો સૌથી વધુ 20 ઇંચ, ધાંગ્રધામાં સિઝનમાં માત્ર 10% વરસ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે બિપરજોયની અસર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં ગત વર્ષે તા.25 જુલાઇ સુધીમાં સિઝનના 44.27 ટકા વરસાદની સામે આ વર્ષ 65.15 ટકા વરસાદ થઇ ચુક્યો છે.આમ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 21.23 ટકા વધુ વરસાદ થયો છે.
જેમાં 10 ટકા જેટલો વરસાદ બિપરજોયની અસર હેઠળ જ વર્ષી ગયો હોવાનું આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે. આમ ભારે વરસાદના પગલે જળાશયોમાં 60.36 ટકા પાણીની આવક થઇ છે. ઝાલાવાડમાં વાંસલ, ત્રિવેણી ઠાંગા અને મોરસલ ડેમ 100 ટકા ભરાઇ છલકાઇ ગયા છે જયારે બાકીના જળાશયોમાં પણ પાણીની સારી આવક થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ નાયકા,ધારી આ બે ડેમમાં પાણીની ખુબ ઓછી અવક થઇ છે. જયારે ફલકુ અને સબુરી ડેમ હજુ પણ ખાલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ સતત અને સારો એવો વરસાદ અત્યાર સુધી છે.આથી આ વર્ષ ચોમાસુ સીઝન ફળી રહી છે. વર્ષનો કુલ વરસાદ 3883 એટલેકે સીઝનનો 65.15 ટકા વરસાદ અત્યાર સુધીમાં થઇ ચુક્યો છે.જેની સરખામણી વર્ષ 2022માં 2622 મીમી એટલેકે સીઝનનો 44.27 ટકા વરસાદ થયો હતો.આમ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 21.23 ટકા વરસાદ વધુ થયો છે.જેના કારણે 11 જળાશયોની સ્થિતિમાં વાંસલ, ત્રિવેણી ઠાંગા અને મોરસલ ડેમ 100 ટકા ભરાઇ જતા છલકાઇ ગયા છે.જ્યારે નાયકા, ધારીમાં હજુ પણ પાણીની આવક ઓછીને સબુરી ડેમ હજુ પણ ખાલી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here