ચાઇનીઝ દોરીથી મૃત્યુની ઘટનાઓની ગંભીર નોંધ લેતી હાઈકોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતમાં સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી બે યુવાનોના મૃત્યુ થયાની ઘટના અંગે હાઈકોર્ટ રાજ્ય સરકાર પર નારાજ થઇ ઉઠી છે. ગુજરાત હાઈકોર્ટે આકરી ટકોર કરી છે કે, ચાઇનીઝ દોરી અને એવી ચીજો પર પ્રતિબંધ મૂકતું માત્ર જાહેરનામું બહાર પાડી લેવું પુરતું નથી, જાહેરનામાંનો અમલ કરાવવો જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાઈકોર્ટે આકરી ભાષામાં અવલોકન કર્યું હતું કે,ચાઇનીઝ દોરીના કારણે નાગરિકોના મૃત્યુ થાય કે ઈજા થાય એ બિલકુલ ચલાવી લેવાશે નહીં. રાજ્ય સરકારે જાહેરનામાંનો સખ્તીથી અમલ કરાવવો જોઈએ. હાઈકોર્ટે બે દિવસમાં આ અંગે અદાલતમાં સોગંદનામું રજુ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. આવતી તા.9 જાન્યુઆરીના રોજ ફરીથી આ મુદ્દા પર હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિનું પર્વ હજુ આવ્યું નથી. ત્યાં કેટલાક મહાનગરોમાં ચાઇનીઝ દોરીની લપેટમાં આવી જવાથી બે યુવાનોના મોત થયાની ઘટના બની છે. ચાઇનીઝ દોરી પર સરકારે પ્રતિબંધ મુકેલો જ છે. અલગ અલગ મહાનગરોમાં પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે છતાં આવી ઘટનાઓ પરથી એ સ્પષ્ટ બને છે કે, ગુપચુપ રીતે ચાઇનીઝ દોરી- તુક્કલનું બેફામ વેચાણ પોલીસની નાક નીચેથી થઇ રહ્યું છે. જેના કારણે નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે. ગઈકાલે વડોદરામાં ચાઇનીઝ દોરી ગાળામાં ફસાઈ જતા ગળું કપાઈ જવાથી એક યુવાનનું મૃત્યુ થયું હતું. એ જ રીતે સુરતના નવાપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીએ એક યુવાનનો ભોગ લીધો હતો. આ ઘટનાઓથી લોકોમાં જબરો રોષ ફેલાયો છે અને હાઈકોર્ટે પણ આજે ઘટનાઓની નોંધ લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here