ઘંટેશ્વર પાસે કારની ઠોકરે ઘવાયેલ બાબરા પંથકની કોળી યુવતીનું સારવારમાં કમકમાટીભર્યું મોત

ઘંટેશ્વર પાસે કારની ઠોકરે ઘવાયેલ બાબરા પંથકની કોળી યુવતીનું સારવારમાં કમકમાટીભર્યું મોત
ઘંટેશ્વર પાસે કારની ઠોકરે ઘવાયેલ બાબરા પંથકની કોળી યુવતીનું સારવારમાં કમકમાટીભર્યું મોત

જાગૃતિ ઓગડીયા બે દિવસ પહેલાં નોકરી પરથી ઘરે પરત ફરતી હતી ત્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો ’તો: સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંતરાજકોટના ઘંટેશ્વર પાસે પુરપાટ ઝડપે આવેલી કારની હડફેટે બાબરા પંથકની કોળી યુવતીનું સારવારમાં કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બાબરાના દેવગામની વતની અને છેલ્લા બે માસથી રાજકોટમાં ઘંટેશ્વર પાસે રહેતી અને 150 ફૂટ રિંગરોડ પર આવેલ રિલાયન્સ મોલમાં નોકરી કરતી જાગૃતિબેન બાબુભાઇ ઓગડીયા (ઉ.વ.20) ગઈ તા.24/07 ના નોકરી પરથી ઘરે આવતી હતી

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે ઘંટેશ્ર્વર પાસે રોડ ક્રોસ કરતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવેલી કાર નં. જીજે-10-ડીએ-0942 એ હડફેટે લેતાં યુવતી ફૂટબોલના દડાની માફક ફંગોળાઇને રોડ પર પટકાઈ હતી.જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 મારફતે ગંભીર રીતે ઘવાયેલા યુવતીને સારવારમાં ખસેડી હતી. સારવાર દરમિયાન ગઈકાલે યુવતીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

Read About Weather here

વધુમાં મૃતક યુવતીના સબંધીએ જણાવ્યા અનુસાર, જાગૃતિ બે ભાઈ એક બહેનમાં મોટી હતી અને કોલેજના પેહલાં વર્ષમાં અભ્યાસ કરતી તેમજ તે રાજકોટમાં છેલ્લા બે મહિનાથી તેના કાકા સાથે રહી નોકરી કરતી હતી. તેમજ તેના માતાપિતા દેવપરા ગામ રહે છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here