ગ્રાહક સુરક્ષા સંગઠન-રાજકોટ દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ-રાજકોટ સીટીના આસીસ્ટન્ટ પો.કમિશનરનું સન્માન કરાયું

ગ્રાહક સુરક્ષા સંગઠન-રાજકોટ દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ-રાજકોટ સીટીના આસીસ્ટન્ટ પો.કમિશનરનું સન્માન કરાયું
ગ્રાહક સુરક્ષા સંગઠન-રાજકોટ દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ-રાજકોટ સીટીના આસીસ્ટન્ટ પો.કમિશનરનું સન્માન કરાયું
હાલનાં યુગમાં દિન-પ્રતિદિન સોશિયલ મીડીયાનો ઉપયોગ વઘતો જાય છે અને સાથોસાથ આર્થિક સાઇબર ફ્રોડ બનાવો પણ વધતાં જાય છે. આ સંજોગોમાં સાઇબર ક્રાઇમ પોલીસ-રાજકોટ સીટીનાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર વિશાલકુમાર રબારીના માર્ગદર્શન હેઠળ તેમના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને તેમની સમગ્ર ટીમે હાલમાં અગણિત સાઇબર ફ્રોડનાં કેસ ડીટેકટ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સાઇબર ક્રાઇમથી છેતરાયેલા અનેક નાગરીકોને તેમના નાણાં પરત અપાવીને ઉમદા કર્તવ્યનિષ્ઠાનું જવલંત ઉદાહરણ પુરૂ પાડેલ છે. ઉપરાંત સમાજમાં સાઇબર અવેરનેસ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેલ છે.ઉપરોકત સન્માન સમારોહમાં ગ્રાહક સુરક્ષા સંગઠનનાં પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, ઉપપ્રમુખ ગોપીભાઇ પટેલ, અતુલભાઇ જોશી, માનદ મંત્રી મનીષભાઇ પટેલ, સહમંત્રી આનંદભાઇ બાટવીયા, હિરેનભાઇ કલ્યાણી, કમીટી મેમ્બર અશ્ર્વિનભાઇ પટેલ, મોહિતભાઇ રાઠોડ, મનીષભાઇ કલ્યાણી, પ્રકાશભાઇ કલ્યાણી, પ્રશાંતભાઇ ગાંગડીયા, રાજુભાઇ વસંત સહિત કારોબારી સભ્યઓએ રબારી સાહેબ ફીલ્ડમાં રોકાયેલ તેમના વતી પી.આઇ. કૃષ્ણસિંહજી રાણાને મોમેન્ટો ત્થા પુષ્પગુચ્છ આપી આદર સત્કાર સાથે સન્માન સ્વીકારવામાં આવેલ. તેમ ગ્રાહક સુરક્ષા સંગઠનનાં પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણીની યાદીમાં જણાવાયું છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here