રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ગુરૂવારથી આંદોલનનો છ્ઠ્ઠો તબકકો શરૂ થયો છે. શિક્ષકો, કર્મચારીઓ, સંચાલકો તમામ કાળા કપડા પહેરીને સ્કુલે આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ આંદોલનમાં 50 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા. અને તેઓ કાળા કપડા પહેરીને સ્કુલે ફરજ બજાવવા પહોંચ્યા હતા. સતત એક સપ્તાહ સુધી આજ રીતે શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ શાળામાં કાળા કપડા પહેરીને જ વિરોધ નોંધાવશે.સંકલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનના ભાગરૂપે રાજયની તમામ ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો,આચાર્ય, કર્મચારીઓ અને સંચાલકોએ બ્લેક સપ્તાહ મનાવવાનું શરૂ કર્યું છે. રાજયની તમામ શાળાઓમાં કર્મચારીઓ કાળા કપડા પહેરીને અભ્યાસ કરાવવા માટે પહોંચ્યા હતા.
પ્રથમ દિવસે જ બ્લેક સપ્તાહને સજજડ પ્રતિસાદ મળ્યો હતો અને રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં 50 હજાર કર્મચારીઓ કાળા કપડામાં સ્કુલ પહોંચ્યા હતા.સંકલન સમિતિનાં કાર્યક્રમ અનુસાર 24 ઓગસ્ટ સુધી શાળાઓમાં શિક્ષકો સહીતનાં કર્મચારીઓ આજ રીતે કાળા કપડામાં વિરોધ વ્યકત કરતા જોવા મળશે.
Read About Weather here
શાળા સંચાલક મંડળ દ્વારા ખાનગી શાળાઓનાં સંચાલકોને પત્ર લખી આંદોલનમાં સહકાર આપવા આહવાન કર્યું છે. બ્લેક સપ્તાહ સાથે સાથે રાજય સરકારના સેવા સાંસ્કૃતિક પ્રવૃતિનાં કાર્યક્રમો, રમતોત્સવ, ચિત્ર સ્પર્ધાઓ ગેરેનો પણ બહિષ્કાર કરી ગ્રાન્ટેડ શાળાઓનાં આંદોલનમાં સહકાર આપવા જણાવ્યું છે.સંચાલક મંડળ દ્વારા ખાનગી શાળાઓને લગતા પ્રશ્નોને લઈ પણ સરકારમાં રજુઆત કરવામાં આવે છે ત્યારે આ વખતે તેમનો સહકાર મળે તે માટે આહવાન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here