ગોંડલમાં ચોરીની શંકા કરી યુવાનની હત્યા : સાત આરોપી ઝબ્બે

ગોંડલમાં ચોરીની શંકા કરી યુવાનની હત્યા : સાત આરોપી ઝબ્બે
ગોંડલમાં ચોરીની શંકા કરી યુવાનની હત્યા : સાત આરોપી ઝબ્બે
ગોંડલનાં તાલુકાનાં મોટાદડવા ગામે આવેલી વિર વછરાજ હોટલ નજીકથી ગઇ તા. ૫નાં રોજ મૂળ જસદણનાં ભાડલા ગામના અને હાલ ચોટીલાનાં થાન રોડ પર રહેતા મયંક સુરેશભાઈ કુબાવત (ઉ.વ.૩૦)ની હત્યા કરાયેલી લાશ મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આટકોટ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી હોટલ સંચાલક અને પેટ્રોલ પંપ સંચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ ચોરી કર્યાની શંકા પરથી મયંકને ધોકા, પાઇપ અને બેલ્ટનાં બેરહેમીથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે વિર વછરાજ હોટલ ખાતેથી ગઇ તા. ૫નાં રોજ મયંકની લાશ મળી હતી. હોટલ સંચાલકોએ જ આ અંગે ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. જેથી આટકોટ પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ મયંકની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડી હતી.ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ માર મારવાથી મોત નિપજ્યાનો અભિપ્રાય આપતાં આટકોટનાં પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ સ્ટાફનાં માણસો સાથે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને બીજી મળેલી માહિતીનાં આધારે તપાસ આગળ ધપાવતા ભેદ ખૂલી ગયો હતો.પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે હત્યાનો ભોગ બનનાર મયંકે ચોટીલામાં એક યુવતી સાથે લવમેરેજ કર્યા હતાં. જેના થકી તેને પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. બનાવનાં દિવસે તે પત્નીના બે પરિચિતો સાથે મોટર સાયકલ પર ચોટીલાથી કમઢીયા દર્શન કરવા નિકળ્યો હતો.

આ માહિતીના આધારે આટકોટ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં હોટલ સંચાલક નવઘણ પૂંજાભાઈ ઓડેદરા (ઉ.વ.૪૩, રહે. મૂળ રાણાવાવ), તેનાં ચાર માણસો દિલીપ માલદેભાઈ ખૂંટી (ઉ.વ.૨૮, રહે. મૂળ બખરલા), દિવ્યેશ બીપીન અજાણી (ઉ.વ.૨૫, રહે. રાણાવાવ), અજય મનાભાઈ અમર (ઉ.વ.૨૦, રહે. મૂળ નગડીયા,તા. કલ્યાણપુર) ચેતન ધનસુખ ધ્રાણા (ઉ.વ.૨૦, રહે. રાણારોઝીવાડા, જિ. પોરબંદર) ઉપરાંત નોર્થ સ્ટાર પેટ્રોલ પંપનાં બે ભાગીદારો ભાવેશ પ્રભાતભાઈ રાઠોડ (ઉ.વ.૪૬) અને તેના ભાઈ જયરાજ (ઉ.વ.૩૫, રહે. બંને મોટા દડવા, તા. ગોંડલ)નો સમાવેશ થાય છે. 

Read National News : Click Here

તેની સાથે રહેલા બે શખ્સોને પોલીસને જણાવ્યું કે તેઓ કમઢીયા દર્શન કરવા જતી વખતે રસ્તામાં વિર વછરાજ હોટલ નજીકથી પસાર થતાં હતા ત્યારે હોટલ સંચાલકોને ચોરી કરવા આવ્યાની શંકા ગઇ હતી. ત્યારબાદ તેઓ નજીકમાં બાઇક પાર્ક કરી લઘુશંકા કરવા ગયા હતા. પાછળથી તેમનું મોટર સાયકલ લઇ નજીકમાં આવેલા સ્ટાર પેટ્રોલ પંપે મૂકી દેવાયું હતું. જ્યાં મયંક મોટર સાયકલ લેવા જતાં પેટ્રોલ પંપનાં સંચાલકોએ વિર વછરાજ હોટલનાં સંચાલકને જાણ કર્યા બાદ મયંકને ઉપાડી હોટલે લઇ ગયા હતાં. જ્યાં હોટલ સંચાલક તેના માણસો અને પેટ્રોલ પંપનાં સંચાલકો મળી મયંક પર ધોકા, પાઇપ અને બેલ્ટ વડે તૂટી પડયા હતાં. મયંકને આડેધડ માર મારતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ જાણે કંઇ ન બન્યું હોય તેમ હોટલ સંચાલકે તેની લાશ હોટલ પાસે પડયાની આટકોટ પોલીસને જાણ કરી હતી. પરંતુ આખરે ભાંડો ફૂટી ગયો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here