ગોંડલ:ખડવંથલીનાં સ્મશાન મુદ્દે આંદોલનમાં 1 યુવકે શરીરે કેરોસીન છાંટયું,3 યુવાનોએ ફિનાઇલ પીધું 

ગોંડલ:ખડવંથલીનાં સ્મશાન મુદ્દે આંદોલનમાં 1 યુવકે શરીરે કેરોસીન છાંટયું,3 યુવાનોએ ફિનાઇલ પીધું 
ગોંડલ:ખડવંથલીનાં સ્મશાન મુદ્દે આંદોલનમાં 1 યુવકે શરીરે કેરોસીન છાંટયું,3 યુવાનોએ ફિનાઇલ પીધું 
ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનના મુદ્દે ગોંડલમાં છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી. સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસીઓની માંગણી સ્વીકારી લઇને પારણાં કરાવાઇ રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એજ સમયે એક યુવાને શરીર પર કેરોસીન છાંટતા પોલીસે તુરંત પકડી લઈ હોસ્પિટલ ખસેડયો હતો. હજુ આ ઘટના પૂરી નથી થઈ ત્યાં ત્રણ યુવાનોએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી. પોલીસે તુરંત આ યુવાનોને પણ હોસ્પિટલે ખસેડયા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને મેઘવાળ સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા. ભારે દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસી છાવણી હટાવી દીધી હતી. આ સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયત દ્વારા મેઘવાળ સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાંથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના મેઘવાળ સમાજ દ્વારા ગોંડલમાં ઉપવાસ આંદોલન ચાલી રહયુ હતું. આ આંદોલનને વીસ દિવસ થવા છતાં સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ના હોય આખરે આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યું હોય. તેમ આજે પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો. એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયું હતું.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધિકારી, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ખડવંથલીના સરપંચ  વગેરેએ ઉપવાસી છાવણી પર દોડી આવી આંદોલનકર્તાઓની માંગણી સ્વીકારીને સ્મશાન માટે જમીન ફાળવવાની ખાત્રી આપતા મેઘવાળ સમાજના આગેવાનો  સહિતનાં લોકો સહમત થયા હતા. આ સાથે ઉપવાસીઓ હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ધસી આવી શરીર પર કેરોસીન છાટયું હતું. જેથી એલર્ટ રહેલા પીઆઇ ડામોર સહિતના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ પાણીનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડયા હતા. ત્યાંજ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા મચી જવા પામી હતી. પોલીસે તુરંત ત્રણેય યુવાનોને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતું. 

Read National News : Click Here

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે લોકો એકઠા થતા ડીવાય એસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હોસ્પિટલમાં રહેલા મનસુખભાઈ રાઠોડે જણાવ્યું કે  સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડયું છે. જ્યારે ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યું કે, સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનનાં પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયું છે. જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તેમને આ જાણ ના હોય પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યું હતું. આમ  અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતું આંદોલન સમેટાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here