ગુડબુક’ના નિવૃતોની નિમણુંક : 313 IAS અધિકારીઓના મહેકમ સામે 60થી વધુ ઘટ પ્રવર્તી 

ગુડબુક’ના નિવૃતોની નિમણુંક : 313 IAS અધિકારીઓના મહેકમ સામે 60થી વધુ ઘટ પ્રવર્તી 
ગુડબુક’ના નિવૃતોની નિમણુંક : 313 IAS અધિકારીઓના મહેકમ સામે 60થી વધુ ઘટ પ્રવર્તી 
ગુજરાત સરકારના કુલ 26 વિભાગો, તેના અનેક પ્રભાગો અને તેમના હસ્તકના વિવિધ બોર્ડ-નિગમો જેવા જાહેર સાહસો કાર્યરત છે. રાજયના 33 જિલ્લાઓ કલેકટરો, એટલાં જ જિલ્લા વિકાસ અધિકારીઓ, 252 તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ સહિતની સંખ્યાબંધ જગ્યાઓ ઉપર આઈએએસ ઓફિસરોની આવશ્યકતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે બીજીબાજુ ગુજરાત માટે ભારત સરકારે 313 આઈએએસ ઓફિસરોનું મહેકમ નકકી કર્યું છે પણ કમનસીબે ગુજરાતમાં આશરે 250 જેટલા આઈએએસ ઓફિસરો કાર્યરત છે
અર્થાત 60થી વધુ આઈએએસ અધિકારીઓની ઘટ પ્રવર્તી રહી છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે, તેની ગુડબુકમાં હોય તેવા નિવૃત-નિવડેલા સનદી અધિકારીઓને ઘણી સારી અને વગદાર જગ્યાઓ ઉપર નીમીને સરકારના વહીવટના ગાડા વાળવાની નીતિ અમલમાં મુકી છે. જેમાં ખુદ મુખ્યમંત્રીના કાર્યાલયમાં જ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચીવ તરીકે કે.કૈલાશનાથન ઉપરાંત ડો. હસમુખ અઢીયા અને એસ.એસ.રાઠોરની નિમ્યાં છે. આ ઉપરાંત તાજેતરમાં જ નિવૃત થયેલા અનીતા કરવલને રેરા-ગુજરાતમાં નિમણુંક આપી છે. એવી જ રીતે એસ.એસ.રાઠોરને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશનના પણ ફુલટાઈમ એમડી તરીકે નીમાઈ ગયાં છે.

Read About Weather here

જયારે ડો. હસમુખ અઢીયાને ગિફટ સીટી, જીએમડીસી, ગુજરાત આલ્કલીઝમાં જવાબદારી સોંપાઈ છે. ઘણા વર્ષો પહેલા નિવૃત થયેલા તપન રેને પણ ગિફટ સીટીના ગ્રુપ સીઈઓ-એમડી પદે કામગીરી સોંપાઈ છે. ડો. રાજવકુમાર ગુપ્તાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની જવાબદારી સોંપાઈ છે. રાજય ચૂંટણી પંચમાં પણ નિવૃત આઈએએસ ઓફિસર સંજય પ્રસાદ, વીજીલન્સ કમિશનમાં સંગીતાસિંઘ, રેવન્યુ ટ્રીબ્યુનલમાં લલીત પાડલીયાને નિયુક્ત કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here