ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU 

ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU 
ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU 
ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથી કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી.
ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU  MoU
ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU  MoU
ગુજરાત સરકારના ગૂગલ સાથે MoU  MoU

Visit Saurashtra Kranti Homepage here

આ MoU અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે.દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કીલિંગને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગૂગલ સાથે આ અગાઉ કરેલા MoU અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ અવેસમ (Be Internet Awesome), વીમેન વીલ (Women Will) અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે.

Read About Weather here

આ MoUને મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના ધ્યેય સાથે હવે આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગૂગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here