ગુજરાત વિધાનસભાનું સત્ર હવે પરંપરાગત કાગળની કાર્યવાહીમાંથી બહાર આવીને ઈ-કલેવર ધારણ કરશે. તા.13મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ડિઝીટલ હાઉસનું ઉદઘાટન કરશે અને સંબોધન પણ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નવો અધ્યાય આ સપ્તાહથી શરૂ થઈ રહ્યો છે. 13મી સપ્ટેમ્બરથી શરૂ થતા વિધાનસભાનું સત્ર હવે પરંપરાગત કાગળીયા થકી થતી કાર્યવાહીથી બહાર આવીને ઈ-કલેવર ધારણ કરી રહી છે. ધારાસભ્યો-મંત્રીઓ ટેબલેટ થકી મોટાભાગની કાર્યવાહી કરવાની શરૂઆત કરે તે માટે પુરતી ટ્રેનીંગ પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અપાવી છે.આવા ઐતિહાસિક વૈધાનિક બદલાવને છાજે તેવા પ્રસંગને અનુરૂપ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 સપ્ટેમ્બરે ડિજીટલ હાઉસનું ઉદઘાટન કરવાના છે. તેઓ વિધાનસભાને સંબોધન પણ કરવાના છે. ધારાસભ્યો બદલાતા સમય સાથે તાલ મિલાવે તે માટે આ પ્રથમ કદમ છે.
Read Saurashtra Kranti E-Paper here
આવા નવા ફેરફાર સાથે સમાજનો એક મોટો વર્ગ ધારાસભ્યોની કામગીરી તેના મતદારો જોઈ શકે તે માટે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ટીવી ઉપર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છું.લોકશાહી જીવંત રાખવા અને ધારાસભ્યોને પ્રજાભિમુખ રાખવા આવી માંગણી ખોટી પણ નથી. તે સ્વીકારશે તો હાલના વિધાનસભાના પદાધિકારીઓનું તે લોકશાહીને વધુ ધબકતી રાખવા માટે વધુ એક યશસ્વી પ્રદાન ગણાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here