ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે એક વર્ષમાં બે-બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી 

ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે એક વર્ષમાં બે-બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી 
ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે એક વર્ષમાં બે-બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી 
સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં અત્યારે 5 એરપોર્ટ કાર્યરત છે. જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અને કેશોદ એરપોર્ટનો સમાવેશ થાય છે. જેમાંથી પોરબંદર એરપોર્ટ પરથી મુસાફરો માટેની ફ્લાઈટ છેલ્લા એક વર્ષથી બંધ છે. જો કે, રાજકોટ, જામનગર, ભાવનગર, કેશોદ હવાઈઅડ્ડા પરથી હવાઈ સેવા કાર્યરત છે. ગઈકાલે રાજકોટમાં નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ સમયે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે જ્યાં એક વર્ષમાં બે-બે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. આવતા વર્ષે ધોલેરામાં પણ એરપોર્ટ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણના કાર્યક્રમ બાદ યોજાયેલી જાહેર સભામાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, 9 વર્ષ પહેલા 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા. આજે 148 એરપોર્ટ છે. રાજકોટનું હાલનું એરપોર્ટ 236 એકર જગ્યામાં પથરાયેલું છે જેના કરતા દસ ગણુ મોટું એટલે કે 2500 એકર વિસ્તારમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે.

 રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 10 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં મુંબઈની 5 અને દિલ્હીની 2 ડેઈલી ફ્લાઈટ ઉડાન ભરે છે. જ્યારે પૂણેની ફ્લાઈટ સોમવારથી શુક્રવાર અને રવિવાર એમ અઠવાડિયામાં 6 દિવસ તો ગોવાના મોપા એરપોર્ટ પર જતી મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરે છે. જ્યારે સુરત જવા માટે દૈનિક 9 સીટરનું નાનું વિમાન છે. આ ઉપરાંત ભાવનગર એરપોર્ટ પરથી પુણે, મુંબઈ અને સુરતની ફ્લાઇટ અઠવાડિયાના 6 દિવસ ઉડાન ભરે છે. જામનગર એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે દૈનિક ફ્લાઈટ ઉપડે છે. જ્યારે બેંગ્લોર અને હૈદરાબાદની ફ્લાઈટ ઉડાન ભરે છે. કેશોદ એરપોર્ટ પરથી મુંબઈની ફ્લાઈટ બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરે છે.

Read About Weather here

જ્યારે પોરબંદર એરપોર્ટ પરથી પેસેન્જર ફ્લાઈટની ઉડાન છેલ્લા એક વર્ષથી બંધ છે. મુસાફરો મળતા ન હોવાથી મુસાફરો માટેની હવાઈ સેવા બંધ કરાઈ હોવાનું જાણવા મળે છે. હાલ ડિફેન્સના વિમાનો જ ઉડાન ભરે છે. ત્યારે સાંસદ રમેશ ધડુક અને રાજકોટના સાંસદ રામ મોકરિયાએ પેસેન્જર ફ્લાઈટ શરું કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં હજુ કોઈ સુવિધા શરૂ થઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here