ગુજરાતમાં વિશ્વનો ત્રીજો લિથિયમ પ્લાન્ટ સ્થપાશે…!

ગુજરાતમાં વિશ્વનો ત્રીજો લિથિયમ પ્લાન્ટ સ્થપાશે…!
ગુજરાતમાં વિશ્વનો ત્રીજો લિથિયમ પ્લાન્ટ સ્થપાશે…!
ગુજરાતમાં વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌ પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેકટ સ્થપાશે. ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીના લાભ સાથે સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થપાશે. પ્રથમ તબક્કે રૂ.13 હજાર કરોડ અને બીજા તબક્કામાં પણ 13 હજાર કરોડનું રોકાણ સાથે વાર્ષિક 20 ગીગાવોટનો પ્લાન્ટ સ્થપાશે. જો કે અત્યારે એમઓયુ પ્રથમ તબક્કાના રોકાણના 13 હજાર કરોડના કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં દેશમાં લિથીયમની જે જરૂરિયાત છે તે જરૂરિયાતના તેના 60થી70 ટકા ચીન પુરું પાડે છે. આ પ્રોજેકટથી દેશની 70 ટકા જરૂરિયાત પૂરી થઇ શકે તેમ છે. આ પ્લાન્ટના કારણે કુલ 13 હજાર લોકોને રોજગાર મળશે. રાજય સરકાર દ્વારા લિથિયમ પ્રોજેકટ માટે નવી ઇલેક્ટ્રોનિક્સ પોલીસી હેઠળ લાભ અપાશે. આ પોલિસીમાં વિનામૂલ્યે કે ટોકન દરે જમીન આપવાની જોગવાઇ નથી,પણ કેપીટલ ખર્ચસહાય પેટે સરકાર રૂ. 200 કરોડ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ વિજય નેહરા અને ટાટા ગ્રુપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના સીઇઓ વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ થયા હતા. ભારતે વર્ષ 2030 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગ અને 50 ટકા કાર્બન ઉત્સર્જન,નેટ ઝિરો કાર્બન ઇમિશનના લક્ષ્યને સાકાર કરવા માટે એમએઓયુ એક આગવું કદમ સ્થાપિત થશે.

Read About Weather here

રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે.પ્રોજેકટની ગુજરાત સરકારની નવી ઇલેકટ્રોનિકસ પોલિસી પ્રમાણે કેપિટલ સપોર્ટ તરીકે ખર્ચના 20 ટકા અને મહત્તમ રૂ. 200 કરોડ સુધીની સહાય કરશે. કંપનીને 5 વર્ષ માટે રૂ. 1 પ્રતિ યુનિટદીઠ વીજળી મળશે. વીજ રાહત પેટે વીજડયૂટી માફી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

​​​​​​​​​​
​​​​​​​​​​​​​​
​​​​​​​