ભારત 3 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરશે…!

ભારત 3 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરશે…!
ભારત 3 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરશે…!
ભારત 3 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ભારતની મદદ માટે રશિયા પણ આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવામાં સફળતા મળી શકે.ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં સફળ થશે તો તે ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન તેમના ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ચંદ્રયાનના લોન્ચીંગ અંગે ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે અમે મિશન ચંદ્રયાન-2માં ભલે નિષ્ફળ ગયા હોય પરંતુ નિષ્ફળતાનો અર્થ એ નથી કે આપણે આગળ વધવાનું બંધ કરી દઈએ. આ વખતે અમે ચોક્કસપણે ઈતિહાસ રચવાના છીએ. આ ભારતના લોકોને ગૌરવ અપાવવાનું એક મિશન છે.

Read About Weather here

ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવા માટે ત્રણ અલગ-અલગ ભાગો તૈયાર કરવામાં આવ્યા છે. ટેકનિકલ ભાષામાં તેને મોડ્યુલ કહે છે. ચંદ્રયાન-3માં પણ 3 મોડ્યુલ છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર પહેલેથી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે તેથી આ વખતે ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી. ઈસરોના ચીફે કહ્યું કે અમે આ વખતે ચોક્કસપણે સફળ થઈશું અને ભારતના લોકો ગર્વ અનુભવશે. ચંદ્રયાન-3ને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here