સૌરાષ્ટ્રના ગીરના સિંહોને પણ હવે તેમના માટેનું અભ્યારણ ટુંકુ પડતા તેઓ આસપાસના વિસ્તારોમાં હવે વસવાટ કરવા લાગ્યા છે અને હવે તેમના માટે નવા સલામત ‘સ્પોટ’ પણ તૈયાર કરવા માટેની ખાસ યોજના છે તો તેમની સાથે સહવસવાટ કરતા અને જંગલી પ્રાણીઓમાં સૌથી મુવેબલ એટલે કે ઝડપથી એકબીજાથી બીજા સ્થળ માનવ વસાહતની વચ્ચે જવાનું સાહસ પણ કરી લેતા દીપડાઓની સંખ્યામાં પણ ગુજરાતમાં વધારો થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
અને તે હવે એક તરફ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો ઉપરાંત અમદાવાદની નજીક અને છેક ભરૂચ સુધી પહોંચી ગયું છે.
છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં દિપડાઓની સંખ્યા 63% વધી છે જેનો યશ વનવિભાગને જાય છે. જે સિંહોની સાથે તમામ વન્ય જીવનની ચિંતા કરે છે અને ઈકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે તે નિશ્ર્ચિત કરે છે. 2016માં ગુજરાતમાં દિપડાઓની સંખ્યા 1395 હતી જે હવે 2023માં વધીને 2274 થઈ છે અને તે પ્રથમ વખત તેમના નિશ્ચિત ગણાતા ક્ષેત્રોની બહાર નિકળવા લાગ્યા છે તથા જયાં અગાઉ કદી દિપડા દેખાતા ન હતા તે અમદાવાદ આસપાસ પણ એક દિપડો વસે છે.
Read About Weather here
જો કે ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારોમાં અવારનવાર દિપડા છેક સચિવાલય સુધી પહોંચી ગયાનું નોંધાયુ છે પણ ભરૂચ સહિતના ક્ષેત્રોમાં 105 દિપડાઓની હાજરી નોંધાઈ છે. દિપડાઓનું મૂળ સ્થાન ગીરના જંગલો છે જેમાં જુનાગઢ અને તેની આસપાસમાં 2016માં 354 દિપડા નોંધાયા હતા તે હવે 578 થયા છે તો ગીર સોમનાથમાં 111 દિપડાઓ હતા જે વધીને 257 નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here