મશીનટુલ્સ, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોનું હબ ગણાતા રાજકોટમાં હવે ફાર્માઉદ્યોગ ક્ષેત્રનો વિસ્તાર- પગપેસારો થઈ રહ્યો છે. રાજયમાં ફાર્મા ક્ષેત્રમાં 3000 કરોડનું રોકાણ આવી રહ્યું છે અને તેમાં રાજકોટમાં પણ નવા ફાર્મા એકમો સ્થાપવાની દરખાસ્ત છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત ફાર્મા ક્ષેત્રનું હબ ગણાય જ છે અને ટોચની ફાર્મા કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટ છે. રાજય સરકારના આધારભૂત વર્તુળોએ જણાવ્યું છે કે ફુડ એન્ડ ડ્રગ્ઝ ક્ધટ્રોલ એડમીનીસ્ટ્રેશન સમક્ષ નવા 3000 કરોડના રોકાણની દરખાસ્તો આવી છે તેમાં સૌથી વધુ 2200 કરોડનું રોકાણ માત્ર સાણંદ પંથકમાં જ થશે. આ સિવાય રાજકોટ, કડી, ભરૂચ, વડોદરા જેવા ક્ષેત્રોમાં પણ ફાર્મા એકમો આપવાની દરખાસ્તો છે.સૂત્રોના કહેવા પ્રમાણે ક્ધઝયુમર ગુડઝ કંપની પ્રોકગેર એન્ડ ગેમ્બલ ઈન્ડીયા સાણંદમાં 2000 કરોડના ખર્ચે પર્સનલ હેલ્થકેર ઉત્પાદન એકમ સ્થાપશે. ડાઈજેસ્ટીવ તથા વેલનેસને લગતી પ્રોડકટસનું ઉત્પાદન કરશે. કંપની આ પ્રકારની પ્રોકડટનું ઉત્પાદન અત્યાર સુધી માત્ર અમેરિકામાં જ કરતી હતી હવે પ્રથમ વખત અમેરિકાની બહાર ગુજરાતમાં મોટા રોકાણ સાથેનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં છે.
આ સિવાય શરદી-કફને લગતી પ્રોડકટના ઉત્પાદનમાં પણ રોકાણ કરશે. વિકસ બ્રાન્ડ હેઠળ હોવાની પ્રોડકટમાં વધારાના 150 કરોડનું રોકાણ કરશે. ઈનહેલર, વેપોરબ સહિતની અન્ય પ્રોડકટનું ઉત્પાદન કરશે. કંપનીએ લાયસન્સ માટે અરજી કરી જ દીધી છે. ઉત્પાદન પ્લાન્ટ માટે જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
સૂત્રોએ કહ્યું કે મોટી કંપનીઓ ઉપરાંત ફાર્મા, હેલ્થકેર તથા વેલનેસ ક્ષેત્રમાં નાના ઉદ્યોગોનું રોકાણ પણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ દ્વારા ગુજરાતમાં રોકાણ કરવા માંગતા ફાર્મા ક્ષેત્રના 800 નાના ઉદ્યોગોને લાયસન્સ આપ્યા છે. ફાર્મા ઉત્પાદન પ્લાન્ટ આપવા માટે દર મહિને સરેરાશ 10 લાયસન્સ અરજી થઈ રહી છે. લાયસન્સ માગતા નાના ઉદ્યોગો એ પીઆઈ, ફાર્મા ફોર્મ્યુલેશન, આયુર્વેદીક તથા એલોપથી ડ્રગ્ઝ અને મેડીકલ ડિવાઈઝ ઉત્પાદન કરવાની દરખાસ્ત કરતા હોય છે.
Read About Weather here
રાજય સરકારના સીનીયર અધિકારીએ જણાવ્યું કે વલસાડ, ભરૂચ, કડી, વડોદરા તથા રાજકોટમાં ફાર્મા પ્લાન્ટ સ્થાપવાની અરજીઓ મુખ્ય છે. પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ તથા ઓમકાર કેમીકલ્સે તો પર્યાવરણ કલીયરન્સ માટેની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે.સરકારી અધિકારીએ કહ્યું કે ફાર્મા કંપનીઓ મુખ્યત્વે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં જ સ્થિત છે પરંતુ હવે કંપનીઓ બહાર નીકળી રહી છે. રાજકોટમાં નવા એકમોની દરખાસ્ત સૂચક છે અને વધુ કંપનીઓ આવવાની શકયતાનો ઈન્કાર થતો નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here