ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ તરફ પશુ ચિકિત્સકની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
સુરત જિલ્લમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે હવે સ્થાનિક આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પશુ ચિકિત્સકની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ખાસ કરીને સંબંધિત વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, વેરાકુઈ ગામમાં 15 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત થયા છે. સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ માંગરોળ તાલુકામાં લંપી વાયરસના કેસમાં વધારો થયો છે. આ સાથે ડેગડીયા, વેરાકુઈ ગામમાં પશુઓમાં લંપી વાયરસ વકર્યો છે. જેને લઈ હવે પશુપાલન વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ગામોમાં સરવે શરૂ કરાયો છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here