ભારત દ્વારા ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 દરમ્યાન જી-20 ગ્લોબલ ફોરમના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન ગુજરાતમાં યોજવામાં આવશે. જી20 વિશ્વના સૌથી મોટા 20 અર્થતંત્રોનું ફોરમ છે અને વૈશ્વિક અર્થતંત્રોને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા માટે નિયમિત બેઠકો કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
સુત્રો મુજબ આવતા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન 13 જેટલા મહત્વના કાર્યક્રમો યોજાશે. કેન્દ્રનો ઉદેશ મંત્રાલય તથા અન્ય વિભાગો સાથે સંકલન કરીને કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.જી20ના ફાઈનાન્સ, બેંકીંગ, વ્યાપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને હવામાન, પ્રવાસન અને મહિલા સશક્તિકરણ જેવા મહત્વના કાર્યક્રમો ગુજરાતમાં યોજાશે. રાજય સરકાર કેન્દ્રના સંબંધીત મંત્રાલયોના સંપર્કમાં છે અને તૈયારીઓને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
Read About Weather here
રાજયના મુખ્ય સચિવ પંકજકુમારના વડપણ હેઠળ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો પણ થઈ ગઈ છે. આ કાર્યક્રમોમાં કેન્દ્ર સરકારની ભૂમિકા નિશ્ચિત કરીને વ્યવસ્થાતંત્ર ગોઠવવાનું આયોજન કરાયુ છે. વિવિધ બેઠકોનો કાર્યક્રમ નકકી થઈ જ ગયો છે.1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી જી20 ફોરમનું અધ્યક્ષપદ ભારતને ફાળે છે. મહત્વના 13 ઈવેન્ટ ગુજરાતમાં યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here