ઈસરો દ્વારા પીએસએલવી-સી54 રોકેટ સહિત 9 ઉપગ્રહોનું પ્રક્ષેપણ

ઈસરો દ્વારા પીએસએલવી-સી54 રોકેટ સહિત 9 ઉપગ્રહોનું પ્રક્ષેપણ
ઈસરો દ્વારા પીએસએલવી-સી54 રોકેટ સહિત 9 ઉપગ્રહોનું પ્રક્ષેપણ
ઈસરો દ્વારા પીએસએલવી-સી54 રોકેટ દ્વારા અન્ય આઠ નાના નેનો ઉપગ્રહોને અવકાશમાં રવાના કર્યા હતા. આ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.પીએસએલવી-સી54 રોકેટની આજની ઉડાન 24મી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારે 10.26 કલાકે શ્રી હરિકોટાના સતિષ ધવન અવકાશી કેન્દ્ર પરથી રોકેટ મારફત એશિયન સેટ તથા અન્ય નવ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરાવવામાં આવ્યુ હતું. 44.4 મીટર ઉંચુ રોકેટ પીએસએલવી-એકસએલ-શ્રેણીનો ભાગ છે. આ રોકેટ 321 ટન સુધીના ઉપગ્રહો બુસ્ટર, પ્રોપેલેંટ વગેરે ઉપકરણો અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ રોકેટની અવકાશમાં 24મી ઉડાન હતી.

ઈસરોના વૈજ્ઞાનિકો આ મીશનને અત્યાર સુધીના સૌથી મોટા પૈકીના એક મીશન તરીકે ગણી રહ્યા છે. રોકેટ ઉપગ્રહને બે કક્ષામાં લઈ જશે. પ્રક્ષેપણના 20 મીનીટ બાદ એશિયન-સૈટ ધરતીથી 742 કીમીની ઉંચાઈ પર તરતો મુકવામાં આવશે ત્યારબાદ રોકેટને ફરી પૃથ્વી તરફ લાવવામાં આવ્યું હતું અને બાકીના ઉપગ્રહો 516થી 528 કીમીની ઉંચાઈએ તરતા મુકવામાં આવ્યા હતા.

Read About Weather here

ઈસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું કે સૌથી લાંબા મીશન પૈકીના એક એવા આ પીએસએલવી-સી54 પ્રક્ષેપણ યાનમાં ઉપયોગમાં લેવાનાર ટુ-ઓર્બીટ ચેંજ થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને ભ્રમણ કક્ષાઓ બદલવા માટે રોકેટને સામેલ કરશે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટને ઓર્બિટ-1માં અલગ કરવામાં આવશે જયારે રાત્રી પેલોડને ઓર્બીટ-2માં અલગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here