હવામાન વિભાગે રાજ્યમાં 15 માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.
Read About Weather here
રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, ગતરોજ સુરત, બારડોલી, વડોદરા અને ભાવનગરમાં, સુરત ઉપરાંત બારડોલીના પલસાણા, કડોદરા, કામરેજ અને નિઝર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. જેથી ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here