આઉટ સોર્સિંગ અને કરારી પ્રથાને બદલે સરકાર દ્વારા ભરતી કરવાની યોજના અમલમાં મુકવા ભુપેન્દ્ર પટેલ સરકારમાં ગંભીરતાથી ચાલતી ચર્ચા-વિચારણા
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારે ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ પધ્ધતિ નાબુદ કરવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર શરૂ કર્યો હોવાનો સુમાહિતગાર સાધનોએ જણાવ્યું હતું. જો સરકાર આવો નિર્ણય લ્યે તો ગુજરાતના લાખો બેરોજગારો અને પગારદારોને લાભ થઇ જશે. અત્યારે રાજ્ય સરકારમાં મોટાભાગની ભરતી ફિક્સ-પે આધારિત છે. જેના કારણે સરકારના કર્મચારીઓમાં કાયમી અસંતોષ જોવા મળતો હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
છેલ્લા કેટલાક વર્ષથી રાજ્ય સરકારના વહીવટમાં ઓતપ્રોત બની ચુકેલી ફિક્સ-પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબુદ કરવાનું ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે અને આવનારા બજેટમાં જ જાહેરાત થાય તેવી પૂરી સંભાવના છે. આવનારા બજેટમાં જ જાહેરાત થાય છે કે કેમ તે જોવાનું રહે છે. ફિક્સ પગારની પધ્ધતિને કારણે સરકારની કામગીરી પર અસર થતી હોવાનું મનાઈ છે. કામગીરી અસરકારક સાથે થતી નથી. એટલે આ પધ્ધતિ જ દુર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એમના મંત્રીઓ સાથે સઘન મનોમંથન કરી રહ્યા છે. ફિક્સ પગાર તથા એટલે કર્મચારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
ચોક્કસ સમયગાળા પછી એમને કાયમી કરવામાં આવે છે. જેમાં ઘણો અસંતોષ રહી જાય છે. કોન્ટ્રાક્ટ પ્રથા મુજબ ચોક્કસ ખાલી જગ્યાઓ માટે 11 મહિનાના કરાર મુજબ ભરતી કરવામાં આવે છે. જેમને બાદમાં રવાના કરી દેવાઈ છે. ભરતીની ત્રીજી પધ્ધતિ આઉટ સોર્સિંગની છે. એ મુજબ ચોક્કસ એજન્સી મારફત રાજ્ય સરકારને કર્મચારીઓ પુરા પાડવામાં આવે છે.
Read About Weather here
રાજ્યમાં અત્યારે ફિક્સ પગાર પર 3.80 લાખ અને કરારી તેમજ આઉટ સોર્સિંગ પ્રથાથી કુલ 10.80 લાખ કર્મચારીઓ છે. જો બધું નક્કી થઇ જશે તો આગામી બજેટમાં જ ફિક્સ-પે તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પધ્ધતિ નાબુદ થવાની જાહેરાત થઇ શકે.એ હકીકત સુવિદિત છે કે, આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં કર્મચારીઓનું શોષણ થતું હોય છે. સરકારી ઓફિસોમાં તેઓ કાયમી કર્મચારીઓની જેમ ગુણવત્તાભર્યું કામ કરી શકતા નથી. આગામી બજેટમાં મોટી નાણાંકીય જોગવાઈ કરીને સરકાર આ ત્રણેય પધ્ધતિ હટાવી કાયમી ભરતીઓ કરવા પર આગળ વધી શકે છે. જો આવો મોટો નિર્ણય લેવાય તો લાખો બેરોજગારોને લાભ થઇ જશે. અત્યારે હિલચાલ ચાલે છે. નક્કર નિર્ણય જયારે જાહેર થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here