ગુજરાતમાં એક જ વર્ષમાં રૂા.8.4 લાખ કરોડની કિંમતનાં રેકોર્ડબ્રેક મિલકત વ્યવહારો થયાનું જાહેર

ગુજરાતમાં એક જ વર્ષમાં રૂા.8.4 લાખ કરોડની કિંમતનાં રેકોર્ડબ્રેક મિલકત વ્યવહારો થયાનું જાહેર
ગુજરાતમાં એક જ વર્ષમાં રૂા.8.4 લાખ કરોડની કિંમતનાં રેકોર્ડબ્રેક મિલકત વ્યવહારો થયાનું જાહેર
ગુજરાતમાં ગત 15 મી એપ્રિલથી મીલ્ક્ત જંત્રીદરમાં કરવામાં આવેલા તોતીંગ વધારાથી બચવા માટે તે પૂર્વે જ દસ્તાવેજ કરાવવા ઘસારો થયો હતો અને તેને કારણે ગત નાણાંકીય વર્ષમાં રાજયમાં રૂા.8.4 લાખ કરોડની કિંમતનાં રેકોર્ડબ્રેક મિલકત વ્યવહારો થયાનું જાહેર થયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

આગલા વર્ષની સરખામણીમાં તેમાં 84 ટકાનો ધરખમ વધારો થયો હતો. કન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન (ક્રેડાઈ) દ્વારા સ્ટેમ્પ ડયુટીનાં વિશ્લેષણને આધારે તૈયાર કરેલા રીપોર્ટમાં એમ દર્શાવ્યુ છેકે ગુજરાતમાં 2021-22 માં 4.59 લાખ કરોડનાં થયા હતા.આ વ્યવહારોમાં રેસીડેન્સીયલ, કોમર્સીયલ, ઔદ્યોગીક જમીન, ઉપરાંત કૃષિ-બીન ખેતીની જમીન, પ્લોટીંગ તથા રીયલ સોદાઓનો પણ સમાવેશ થઈ જાય છે. કોવીડકાળ પૂર્વે 2019-20 માં રીયલ એસ્ટેટ ક્ષેત્રે 6.3 લાખ કરોડનાં વ્યવહાર થયા હતા. ગુજરાત સરકારે ગત 15 મી એપ્રિલથી 11 વર્ષનાં સમયગાળા બાદ જંત્રીદરમાં વદારો લાગુ કર્યો હતો.મિલકત દસ્તાવેજ નોંધણીનો ખર્ચ લગભગ ડબલ જેવો થઈ જાય તેમ હોવાથી તે પુર્વે જ દસ્તાવેજો નોંધાવવા માટે જબરજસ્ત ઘસારો થયો હતો.જમીન-મિલકતનાં અગાઉ જ સોદા કરનારા ગ્રાહકો-બિલ્ડરો-રીયલ એસ્ટેટ ડેવલપરોએ 15 એપ્રિલ સુધીમાં જ તે રજીસ્ટર્ડ કરાવી લેવાનું માનસ અપનાવ્યુ હતું. જંત્રીદર વધારા પૂર્વે જ દસ્તાવેજ કરાવવાનાં ઘસારાથી 10639 કરોડની રહેતા ડયુટી આવક થઈ હતી જે આગલા વર્ષની સરખામણીએ 21.49 ટકા વધુ હતી.

ક્રેડાઈએ એવો દાવો કર્યો હતો કે એક જ વર્ષમાં ગુજરાતમાં પ્રોપર્ટી દસ્તાવેજનો નવો રેકોર્ડ થયો છે. 2022-23 માં કુલ 16.28 લાખ દસ્તાવેજો નોંધાયા હતા. અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી 35000 પ્રોપર્ટીનાં પઝેશન અટવાયા હતા. અને તેના મારફત પણ સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની જંગી આવક હતી. 2022-23 કોરોના મુકત વર્ષ હતું એટલે સમગ્ર રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પોઝીટીવ ટ્રેંડ જોવા મળ્યો હતો.આ ઉપરાંત જંત્રીદર વધારાનાં બોજથી બનતા પેન્ડીંગ સોદાઓ પણ ફટાફટ પૂર્ણ કરીને નોંધણી કરાવી દેવામાં આવી હતી. બિલ્ડરોના કહેવા પ્રમાણે જંત્રી મિલકત વ્યવહારો એવુ સુચવે છે કે ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે ધરખમ તક છે.

Read About Weather here

મિલકત વ્યવહારોમાં રોકડની લેવડદેવડ મોટી હોય છે. કારણ કે મિલકતની વાસ્તવિક કિંમત કરતાં જંત્રીદર ઓછા જ છે. આ વાસ્તવિકતાને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રોપર્ટી વ્યવહારોનો આંકડો હજુ ઘણો વધુ હોવાનું માની શકાય છે. રાજયમાં છેલ્લા 50 વર્ષ દરમ્યાન મિલકત સોદાઓનાં વ્યવહારોમાં ચડ-ઉતર જોવા મળી રહી છે. જોકે 2020-21 ના કોવીડ વર્ષને બાદ કરતા વર્ષો વર્ષ સરકારની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીની આવક વધતી જ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here