ગુજરાતમાં અમદાવાદ, બનારસકાંઠા વિસ્તારોમાં અવિરત મેઘકૃપા, 2 થી 3 ઇંચ વરસાદ

વધુ એક વખત ભરશિયાળે વરસાદી વાતાવરણ
વધુ એક વખત ભરશિયાળે વરસાદી વાતાવરણ

સતત ત્રીજા દિવસે 68 તાલુકાઓમાં ધોધમાર વરસાદથી ખરીફ પાકને મોટો ફાયદો: ગીર-સોમનાથનો રાવલ ડેમ ઓવરફલો, અનેક નદી-નાળા છલકાયા, ડેમોમાં પાણીની નવી આવક: પાલનપુર અને વડગામમાં ત્રણ-ત્રણ ઇંચ, ડિસા-હળવદમાં અઢી-અઢી ઇંચ, દાતામાં ત્રણ ઇંચ, ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ


સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારો અને ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે મેઘ કૃપા ચાલુ રહી હતી. સૌરાષ્ટ્રનાં ધ્રાંગધ્રા વિસ્તાર તથા ગીર-સોમનાથ વિસ્તાર, અમદાવાદ, કડી, પાલનપુર, વિરમગામ, માંડલ, ડિસા, હળવદ વગેરે વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહયાનાં વાવાડ છે.

Visit Saurashtra Kranti Homepage here

2 થી માંડીને સાડા ત્રણ ઇંચ વરસાદ પડયાનું નોંધાયું છે. ગીર-સોમનાથમાં રાવલ ડેમ ઓવરફલો થઇ ગયો છે. આજે સવારથી રાજયના 68 તાલુકાઓમાં બે થીમાંડીને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો હતો.

મુસળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે. નદી-નાળા ઓવરફલો થઇ ગયા છે. અમદાવાદમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયાનાં વાવડ મળ્યા છે. બનારસકાંઠામાં પણ ઠેરઠેર જોરદાર વરસાદ તુટી પડયાના વાવડ છે.

દાહોદ, ગરબાડા, લીમડી, ધાનપુર, સંજેલી, ફતેહપુર વગેરે વિસ્તારોમાં એક થી બે ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું હતું. દાતામાં ત્રણ ઇંચ, વડગામ અને પાલનપુરમાં ત્રણ-ત્રણ ઇંચ, ડિસા તથા હળવદમાં અઢી-અઢી ઇંચ, પ્રાન્તીજ-દહેગામ અને વડગામમાં ત્રણ-ત્રણ ઇંચ, ઉંજા-સિધ્ધપુર અને તલોજમાં બે થી અઢી ઇંચ, ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ, વીરમગામ અને માંડલગામમાં પણ એક થી દોઢ ઇંચ વરસાદ પડવાથી ચારેય તરફથી પાણી ભરાય ગયા છે.

રાવલ ડેમ ઓવરફલો થતા 18થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાં પાણીની જોરદાર આવક શરૂ થઇ છે. આબુ રોડ પર ધોધમાર વરસાદને જળબંબાકાર થઇ જતા વાહન વ્યાહાર ખોરવાઇ ગયો હતો. અંબાજી વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ભરાયા છે. મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહયો છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા અને હળવદ વિસ્તારમાં વરસાદ પડયાના વાવાડ છે. એ સિવાય રાજકોટ સહિત સર્વત્ર મેઘા ડંમ્બર છવાયેલો રહયો છે. આજે વરસાદ થયો નથી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here