વિશ્વ ત્રાસવાદને નાથવા માટે બ્રિકસ દેશોનો ભારતને ટેકો

વિશ્વ ત્રાસવાદને નાથવા માટે બ્રિકસ દેશોનો ભારતને ટેકો
વિશ્વ ત્રાસવાદને નાથવા માટે બ્રિકસ દેશોનો ભારતને ટેકો

સંમેલનને સંબોધતા વડાપ્રધાને ચાર ઈનો મંત્ર આપ્યો: બ્રિકસના અધ્યક્ષ પદ દરમ્યાન ભારતને મળેલા ટેકા બદલ આભાર માનતા વડાપ્રધાન મોદી: બ્રાઝીલ, રશિયા, ચિન અને દક્ષિણ આફ્રિકાના વડાઓની હાજરી, મોદીના મંત્રને તમામનું સમર્થન

ભારત, રશિયા, ચિન બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં બનેલા બ્રિકસ દેશોના સમર્થનમાં વાર્ષીક શીખર સંબોધનને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ સામે લડવા માટે બ્રિકસના દેશોને ચાર ઈનો મંત્ર આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આતંકવાદ સામે લડવાનો નવો અધ્યાય શરૂ થયો છે. બ્રિકસ શીખર પરિષદ માટે આ વર્ષનો વિષય સર્વસંમતી, સાત્તય અને મજબુતીકરણ એવો નક્કી કરવામાં આવ્યો છે.

આતંકવાદ સામે લડવાની ભારતની વ્યૂહ રચનાને વિશ્ર્વના દેશોએ સમર્થન આપ્યું છે. બ્રિકસના આધ્યક્ષ પદ દરમ્યાન ભારતને આપેલા સહકાર બદલ સંગઠનના તમામ દેશોનો આભાર માનતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આગામી 15 વર્ષ સુધી સંગઠન વધુ ફળદાઇ બની રહે એ આપણે સુનિશ્ર્ચિત કરવાનું છે.

ગત દોઢ દાયકામાં બ્રિકસને ધણી સિધ્ધિ પ્રાપ્ત થઇ છે. વિશ્ર્વના ઉભરતા અર્થતંત્રો માટે આપણે એક વગદાર અવાજ બન્યા છીએ. આપણે આતંકવાદ પ્રતિકાર માટેનો એકશન પ્લાન પણ મંજુર કર્યો છે. પહેલી વખત સાથે મળીને બ્રિકસ દેશોએ નિર્ણય લીધા છે.

આ વખતે બ્રિકસ સીખર પરીષદનું અધ્યક્ષ પદ સંભાળીને હું ખુબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન, ચિનના વડા સીજીનપીંગ, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરીલ રામાફોસા અને બ્રાઝીલના રાષ્ટ્ર પ્રમુર બોલસોરેનોએ પણ પ્રવચન કર્યા હતા.

Read About Weather here

તેમણે કોવિડ સામેની લડાઇના ભારતના પ્રયાસો અને સહકારની પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તામાંથી અમેરીકી દળો પાછા હટી જાવાથી નવી કટોકટી ઉભી થઇ છે. આતંકવાદ સામે સંઘર્ષની ભારતની વ્યૂહરચનાને બ્રિકસના તમામ દેશોએ સમર્થન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here