ગુજરાતને હવે ટૂંક સમયમાં ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે

ગુજરાતને હવે ટૂંક સમયમાં ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે
ગુજરાતને હવે ટૂંક સમયમાં ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે
દેશભરમાં વંદે ભારત ટ્રેન ઝડપથી લોકપ્રિયતા થતી જાય છે. જેમાં હવે ગુજરાતમાં અત્યાર સુધી 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે ત્યારે ત્રીજી વંદે ભારત ટ્રેનની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં અમદાવાદ અને જામનગર રૂટ પર આગામી દિવસોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. જેના માટે આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી. આ વચ્ચે ગુજરાતમાં ત્રીજી વંદે ભારત ટ્રેન માટેનું આજથી અમદાવાદ-જામનગર રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ વચ્ચે 24મીએ PM મોદી વર્ચ્યુલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here

અમદાવાદ-જામનગર વચ્ચે નવા ટ્રેનની ટ્રાયલ શરૂ થવાના કારણે સૌરાષ્ટને પહેલી વંદેભારત ટ્રેન મળી રહી છે. જેની લાંબા સમયથી માંગણી હતી. આ પહેલાં જુલાઈમાં વંદેભારત એક્સપ્રેસ સાબરમતીથી જોધપુર વચ્ચે દોડતી થઈ હતી. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચે પણ પહેલી વંદેભારત ટ્રેન દોડી રહી છે. જેની પણ હાઇ ડિમાન્ડ રહી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here