ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને, ભારતના અને વિશ્વના લોકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે ‘ભારત ગૌરવ નીતિ’ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ સંદર્ભે દેશના પર્યટનને પ્રોતસાહન આપવા માટે પહેલી ‘ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન’ દિલ્હીથી ગુજરત માટે શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન ગુજરાતના અગ્રણી યાત્રાધામો અને હેરિટેજ સ્થળોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ જશે.

Visit Saurashtra Kranti Homepage here
ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આજે સવારે 9 વાગે વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. જ્યાં રેલવે વિભાગ દ્વારા મુસાફરોને બુકે આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટ્રેન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુસાફરોને લઈ ચાંપાનેર ખાતે જશે અને ત્યાંથી કેવડિયા ખાતે જશે.IRCTC દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસી ટ્રેનમાં 156 પ્રવાસીઓ બેસી શકે છે. તેના 8 દિવસના પ્રવાસ પર ટ્રેનનું દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી 28 ફેબ્રુઆરીએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ગરવી ગુજરાત યાત્રા વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે ભારત સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાની તર્જ પરની 17મી સર્કિટ છે. ત્યારે આ ટ્રેનનું ટૂર પેકેજ સરકારના મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર રચાયેલા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રેનના ટુર પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા રાખવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. આખી ટ્રેન 8 દિવસની મુસાફરી દરમિયાન લગભગ 3500 કિમીનું અંતર કાપવાની છે.

આ ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે રેલવે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દર્શના વિક્રમ જરદોશ રેલવે અને કાપડ રાજ્ય મંત્રી અને દેવુસિંહ ચૌહાણ સંચાર રાજ્ય મંત્રી દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
Read About Weather here
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન કે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, અડાલજની વાવ, અમદાવાદનું અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણમાં આવેલી રાણી કી વાવની મુલાકાત મુખ્ય છે. વારસાના ખજાનાનો પ્રવાસ કાર્યક્રમમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસના પ્રવાસમાં આવરી લેવામાં આવેલા ધાર્મિક સ્થળો છે. હોટેલોમાં બે રાત્રિ રોકાણ હશે, અનુક્રમે કેવડિયા અને અમદાવાદમાં એક-એક, જ્યારે સોમનાથ અને દ્વારકાના સ્થળોની મુલાકાત ગંતવ્ય સ્થળે દિવસના હોલ્ટમાં આવરી લેવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here