ખાનગી હોસ્પિટલોને પ્રોફેશનલ ટેક્સ ભરવા રાજકોટ કોર્પોરેશનની નોટિસ

ખાનગી હોસ્પિટલોને પ્રોફેશનલ ટેક્સ ભરવા રાજકોટ કોર્પોરેશનની નોટિસ
ખાનગી હોસ્પિટલોને પ્રોફેશનલ ટેક્સ ભરવા રાજકોટ કોર્પોરેશનની નોટિસ
ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાનો લક્ષ્યાંક 38 કરોડ રાખવામાં આવ્યો છે. જેની સામે માત્ર 21 કરોડની જ વસૂલાત થવા પામી હોય છે. ટાર્ગેટ પૂરો કરવા માટે હવે ધડાધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં આવેલી નાની-મોટી 500 જેટલી હોસ્પિટલને પ્રોફેશનલ ટેક્સ અંગે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રોપર્ટી ટેક્સ પછી જો કોઇ કોર્પોરેશનની પોતીકી આવક હોય તો તે પ્રોફેશનલ ટેક્સની છે. તબીબો પ્રોફેશનલ ટેક્સની રકમ સમયસર ભરતા જ ન હોવાનું અનેકવાર ફલ્લિત થયું છે.38 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 21 કરોડની આવક થવા પામી છે. બીજી તરફ હવે નાણાકીય વર્ષ પૂરું થવાના આડે હવે  માત્ર ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોઇપણ ભોગે પ્રોફેશનલ ટેક્સનો આવક હાંસલ કરવા માટે હવે ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે. તાજેતરમાં ટેક્સ બ્રાન્ચ દ્વારા 500થી વધુ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here