ખંભાળિયા:પુત્રએ આપઘાત કરતા પિતાએ પણ ઝેરી ટીકડા ખાઇ લઈ જીવન ટૂંકાવ્યું

ખંભાળિયા:પુત્રએ આપઘાત કરતા પિતાએ પણ ઝેરી ટીકડા ખાઇ લઈ જીવન ટૂંકાવ્યું
ખંભાળિયા:પુત્રએ આપઘાત કરતા પિતાએ પણ ઝેરી ટીકડા ખાઇ લઈ જીવન ટૂંકાવ્યું
કલ્યાણપુર તાલુકાના માળી ગામે એક યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજયા બાદ તેમના પિતાએ પણ આ જ માર્ગે જઈ અને પોતાના હાથે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ બંને પિતા-પુત્રની આજરોજ સવારે નીકળેલી અંતિમયાત્રાથી ભારે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના ૨૬ વર્ષના યુવાને કોઈ કારણોસર ગઈકાલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.આ યુવાનના મૃતદેહને માળી ગામે લઈ જવામાં આવતા તેના ૬૦ વર્ષીય પિતા ઓઘળભાઈ લખમણભાઈ જામને મનમાં લાગી આવતા તેમણે પણ પુત્રનો માર્ગ અપનાવીને અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેથી તેમને પણ ગંભીર હાલતમાં ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

Read National News : Click Here

વયોવૃદ્ધ ઓઘડભાઈ તથા તેમના યુવાન પુત્ર દેવાણંદ જામ દ્વારા આપઘાત કરી લેવામાં આવતા માળી ગામના જામ પરિવાર પર જાણે આભ તુટી પડયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આજે સવારે એક જ પરિવારના પિતા-પુત્રની બે અર્થીઓ એક સાથે નીકળતા માળી ગામ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આજે સવારે તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાાતિજનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. બે સંતાનોના પિતા એવા દેવાણંદભાઈ બે ભાઈઓ હતા. મૃતક દેવાણંદભાઈ તથા તેમના પિતાને મિત્ર જેવો વ્યવહાર હતો, જેથી પુત્રનું મૃત્યુ ના જોઈ શકતા પિતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here