‘ક્રિસ-4’નું કામ ઋત્વિક રોશન આ વર્ષથી શરૂ કરી શકે છે

‘ક્રિસ-4’નું કામ ઋત્વિક રોશન આ વર્ષથી શરૂ કરી શકે છે
‘ક્રિસ-4’નું કામ ઋત્વિક રોશન આ વર્ષથી શરૂ કરી શકે છે

ઋત્વીક રોશનની અગાઉ રજુ થયેલી ફિલ્મ ‘ફાઇટર’ બોક્સ ઓફિસ પર ખાસ અસર નહોતી દેખાડી શકી. ઋત્વીક ઘણી ઓછી ફિલ્મો કરે છે, આ સંજોગોમાં ફેન્સ તેના આગામી પ્રોજેક્ટની આડિસાથી રાહ જોતા હોય છે.

હવે ઋત્વીકના ફેન્સ માટે મોટી ખબર બહાર આવી છે કે ‘ક્રિસ’ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ‘ક્રિસ-3’ વર્ષ 2013માં રિલીઝ થઇ હતી. જેની રિલીઝનો આજે 11 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્મના 4થા ભાગની ચર્ચા થાય છે. હવે ખબર છે કે રાકેશ રોશન પોતાના પુત્ર ઋત્વીક સાથે આ ફિલ્મનું હવે આગળ વધારવા વિચારી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ સુપર હીરોવાળી ફિલ્મના ક્ધસેપ્ટને આગળ વધારવા  ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેશે. હાલ તો ઋત્વીક રોશન ‘વોર-2’ના શૂટીંગમાં બીઝી છે. ‘ક્રિસ-4’નો પ્રોજેક્ટ હજુ પ્રારંભિક તબકકામાં છે. પણ ફિલ્મ માટે જે સૌથી જરૂરી છે. તેના પર આ વર્ષે સમર સીઝનમાં કામ શરૂ થઇ શકે છે. પ્રાઇમરી સ્ટેજનું કામ પુરું થઇ ગયા બાદ વર્ષ 2025માં ફિલ્મનું શૂટીંગ શરૂ થઇ શકે છે