આઈસીસી વનડે વિશ્વકપ 2023ના પાંચ મેચ ઈડન ગાર્ડન સ્ટેડીયમમાં રમાનારા છે અને તેને લઈને જોરદાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ ઈડન ગાર્ડન સ્ટેડીયમમાં ગઈકાલે બુધવારે રાત્રે 11.50 વાગ્યે ભયાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં પુરો ડ્રેસીંગ રૂમ સળગીને ખાખ થઈ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આ આગમાં કોઈ જાનહાની નથી થઈ. શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું બહાર આવ્યુ છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડીયમમાં લાગેલી આગથી ડ્રેસીંગ રૂમની ફોલ્સ સીલીંગ સળગી ગઈ છે. આ સિવાય ડ્રેસીંગ રૂમમાં રાખેલ સામાન પણ ખાખ થઈ ગયો છે. પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આગ શોર્ટ સર્કીટના કારણે લાગી છે.કેટલાક દિવસો પહેલા જ આઈસીસીની એક ટીમે ઈડન ગાર્ડનની મુલાકાત લીધી હતી. બંગાલ ક્રિકેટ એસોસીએશન દ્વારા આઈસીસી સમક્ષ સ્ટેડીયમની સુરક્ષાને લઈને એક રિપોર્ટ પણ રજુ થયો હતો, જેનાથી આઈસીસીની ટીમ સંતુષ્ટ પણ હતી પરંતુ આગની ઘટનાએ હવે ચિંતા વધારી દીધી છે. જો કે આગ કેમ લાગી તેની વધુ તપાસ થઈ રહી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here